દલપતરામ ~ ડોશી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Pradip Khandawalla * Dalpatram

કેડેથી નમેલી ડોશી : દલપતરામ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર

કહે શું શોધો છો કશી ચીજ  અછતી રહી

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું

જુવાનીમાં દિવાની તારા જેવી ગતિ રહી

છવાઈ જરાની છાયા, કાયાના વીંધાયા બંધ

ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ

જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી ! 

*****

Bent Hag : Dalapatram 

Seeing the bent hag the young man asked

“What are you searching ? Anything misplaced ?”

Replied she “In ignorance childhood I lost

And like you in youth wayward I got.

Then age cast its shadow and the body turned slack

Extolled not the Lord, remained snared in worldliness.

Neck bent and stopping low, Dalapatram

To find where my youth has gone I roam!”

Translated by Pradip N. Khandwalla

OP 8.10.21

*****

*****

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

11-10-2021

ખૂબ જ માર્મિક વાત થોડી પંક્તિઓમાં. સરસ ભાવાનુવાદ.

છબીલભાઈ ત્રિવેદી

08-10-2021

દલપતરામ જેવા સિધ્ધહસ્ત રચનાકાર ની રચના નો આસ્વાદ ભાઈ શ્રી પ્રદિપભાઈ ખાંડવાલા સાહેબે ખુબજ સરસ કરાવ્યો ડોશી પોતાની ગયેલી યુવાની ગોતે છે તે ખુબજ આધ્યાત્મિક વાત છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: