સંજુ વાળા ~ અણીએ ઊભા * અનુ. મિલિન્દ ગઢવી * Sanju Vala * Milind Gadhvi

સંજુ વાળા – અણીએ ઊભા 

ઝીણું  જો  ને !

જો, જડવાની  અણીએ ઊભાં !

મણ આખામાં ક્યા કણ સાચાં પડશે, કેમ પતીજ ?

બીજ વચાળે ક્યાં છુપાયાં, બોલો હે ઉદભીજ !

ઓરું જો ને !

જો, અડવાની  અણીએ ઊભાં !

થડ  વિનાની  ઝૂરે  ડાળી,  ડાળ  વિનાનું પાન; 

મરમ જાણવા મરમી બેઠા, ધરી વ્રુક્ષનું  ધ્યાન !

ઊંચું જો ને !

જો, ઉડવાની અણીએ ઊભાં ! – સંજુ વાળા

*****

गीत ~ कगार पर है  

बारीक़ी से देख ! 

देख ले, मिल जाने की कगार पर है !

कण के रण में कौन खरा है, कैसे हो यह ज्ञान ?

कहाँ छिपे हो गहन गहंतर, दो अपनी पहचान !

नज़दीकी से देख !

देख ले, छू लेने की कगार पर है !

बिनु तने लालायित डाली, बिनु डाली के पत्ता, 

मरमी भी यह भेद न जाने, ध्यान धरे अलबत्ता !

उर्ध्व-द्रष्टि से देख !

देख ले, उड़ पाने की कगार पर है !

भावानुवाद – मिलिन्द गढवी

OP 1.10.21

*****

*****

સંજુ વાળા

21-10-2021

આભાર

Harshad Dave

01-10-2021

बहुत खूब

છબીલભાઈ ત્રિવેદી

01-10-2021

સંજુવાળા સાહેબ ના કાવ્ય નો આસ્વાદ મિલીન્દગઢવી અે ખુબ સરસ કરાવ્યો યુવા રચનાકાર મિલીન્દગઢવી ને ખુબ ખુબ અભિનંદન સંજુવાળા સાહેબ નેપ્રણામ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: