રમેશ પારેખ ~ પ્રાણજીવન હરજીવન મોદી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Ramesh Parekh * Pradip Khandawalla

પ્રાણજીવન હરજીવન મોદી

પ્રાણજીવન હરજીવન મોદી હાજર છે ? હાજર છે, નામદાર,

સપનામાં ચોર્યુ’તું તે આ ગાજર છે ? – ગાજર છે, નામદાર.

આરોપીને આ બાબત કૈં કહેવું છે ? – કહેવું છે, નામદાર,

રજા મળે તો ગાજર સૂંઘી લેવું છે ? લેવું છે, નામદાર.

હું તો ગાજરનો ચપટી પડછાયો છું, પડછાયો, નામદાર,

ગાજરકુંવરીએ છાંડેલો જાયો છું, જાયો છું,  નામદાર.

ગાજર તો જીવતર મોદીનું કારણ છે, કારણ છે, નામદાર,

પ્રાણજીવનની સો પેઢીનું તારણ છે, તારણ છે, નામદાર.

પવિત્ર શું ? કારણ છે કે આ કાયદો છે ? – કાયદો છે, નામદાર,

પણ મન-ગાજરને મળવું એ વાયદો છે, વાયદો છે, નામદાર.

વાયદો શું છે ? એ તો વંધ્યાનું સ્તન છે, – હા સ્તન છે, નામદાર,

તોય ચોરટાચટાક ઉર્ફે રાંક લોહીનું ધન છે, નામદાર.

આ ચોરીના સુમાર કાળી રાતના છે, – રાતના છે, નામદાર,

ગુના ગાજરવંટા મળે એ જાતના છે, – જાતના છે, નામદાર.

ગાજરકોડ પ્રમાણે ગુના સિરિયસ છે, – સિરિયસ છે, નામદાર,

ગાજર મારા સાત જનમની ચીસ છે, ફાટી ચીસ છે, નામદાર.

જન્મપત્રીમાં આશયભુવન કેવું છે ? – કેવું છે, નામદાર,

જનમટીપની સજા (દઉં છું, તેવું…) છે, – (તેવું છે?) નામદાર?

– રમેશ પારેખ

*****

Pranjivan Harajaivan Modi 

Is Pranjivan Harajaivan Modi present? Present, Your Honour.

Is this the carrot stolen in the dream? The very carrot, Your Honour.

Does the accused want to state anything?  Yes, indeed, Your Honour.-

Wishes to smell the carrot with your permission,Your Honour.

I am just a paltry shadow of the carrot, just a shadow, Your Honour,

an abandoned child of Princess Gajar, her child, Your Honour.

Carrot is the cause of Modi’s life, the cause, Your Honour,

the redemption of Modi’s hundread generations, the redemption, Your Honour.

What ‘sacred’ ? Is it the law?  The law, Your Honour.

but meeting the mind-carrot is a compact, a compact, Your Honour.

What compact? It’s just the breast of a barren woman! Yes breast indeed, Your Honour,

but  that’s still the riches of the lowly, that is, of thieves, Your Honour.

The time of the theft is a dark night, – Yes, night, Your Honour.

The crimes are of the type to deserve carrot punishment, – Of  that type, Your Honour.

According to the carrot-code the crimes are serious, -Serious indeed, Your Honour.

Carrot is the scream of my seven births, shrill scream, Your Honour.

How is the house of motives in the horoscope? – How is it, Your Honour.

Indicates life imprisonment (that I am giving). – Indeed, Your Honour.

Translated by Pradip Khandwalla

27.11.20

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: