Juan Ramon Jimenez ~ I Am Not I * અનુ. પંચમ શુક્લ

‘I Am Not I’

I am not I.

I am this one

walking beside me whom I do not see,

whom at times I manage to visit,

and whom at other times I forget;

who remains calm and silent while I talk,

and forgives, gently, when I hate,

who walks where I am not,

who will remain standing when I die.

English Translation by Robert Bly

*****

જેને ગણું ‘હું’, નથી ‘હું’ છતાંય,
અદૃશ્ય રૂપે જ પડખે જણાય.
ક્યારેક એને સ્પર્શીય લઉં, તો-
ક્યારેક સાવે જ વીસરીય જાઉં.

જ્યારે કથું કંઈ નમણું, રસાળ;
રહી શાંત સૂણે, ધરી મૌન ઘેરું,
પણ જ્યાં ઘૃણા કે કૂથલી કરું ત્યાં-
વીસરે સલુકાઈ ધારી એ સઘળું.
હળવાશથી પાછું માફીય દઈ દે!

પગલું ન એકેય અળપાય મારું,
એવી જ રીતે એ પગલાં દબાવે.
જ્યારે નહીં હોઉં હું આ શરીરે;
ત્યારેય એ તો હશે વિદ્યમાન,
અક્ષુણ્ણ, એવું ને એવું અડીખમ! –

ગુજરાતી અનુવાદ – પંચમ શુક્લ

OP 1.1.21

*****

*****

Purushottam Mevada, Saaj

13-04-2021

શ્રી પંચમ શુક્લ નો ભાવાનુંવાદ સરસ છે.

સુરેશ જાની

13-04-2021

‘I Am Not I’
સરસ કાવ્ય અને એટલો જ સરસ ભાવાનુવાદ. વિષય પણ એકદમ પોતીકો . મારી મિત્ર અને રાજેન્દ્ર શુકલના સહાધ્યાયી શ્રી. પ્રફુલ્લ દવેની મને ગમી ગયેલી રચના – આ જ બાબત …

કદિ એક ‘હું’ માંહે ‘હું’ છેદ પાડે;
બને વાંસળી ‘હું’, અને ‘હું’ વગાડે.
કદિ એક ‘હું’ સૂર્ય થઇને પ્રકાશે;
સકલ સૃષ્ટિનાં જીવતરને જીવાડે.
બેસી રસોડે જમે ‘હું’ નિરાંતે;
બની માત ‘હું’ જાતે ‘હું’ને જમાડે.
કદિ એક ‘હું’ વ્યાસપીઠે બીરાજે;
કદિ એક ‘હું’ સામે બેસીને ધ્યાવૈ.
રમે રાસ ‘હું’ સૃષ્ટિ સાથે નિરંતર;
બળે હાથ ‘હું’ નો અને ‘હું’ જ બાળે.
નિરંતર રહે ‘હું’ ને ‘હું’ ની પ્રતિક્ષા;
અહીં ‘હું’ ને ‘હું’ બોર એંઠા ચખાડે.
અહીં ઇશ પોતાને માટે ‘હું’ બોલે;
રમે ‘હું’ અને ‘હું’ જ ‘હું’ ને રમાડે. – પ્રફુલ્લ દવે

Purushottam Mevada, Saaj

13-04-2021

પંચમ શુક્લની અનુવાદિત original ને પ્રત્યક્ષ કરે છે.

Purushottam Mevada, Saaj

13-04-2021

પંચમ શુક્લની અનુવાદિત original ને પ્રત્યક્ષ કરે છે.

Purushottam Mevada , Saaj

13-04-2021

પંચમ શુક્લ એ કરેલો અનુવાદ હ્રદયસ્પર્શીછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: