પ્રતિષ્ઠા પંડ્યા ~ પ્રશ્ન * પ્રતિષ્ઠા પંડ્યા * Pratishtha Pandya

પ્રશ્ન 

શું હશે ઉદ્વેગની ગતિ?

કેટલા વેગે આગળ વધતો હશે નિસાસો?

ધાર કે હું એક આંસુ સારું

આજ સવારે તારા સાટું

તો શું મળશે તને રાત સુધીમાં?

જોઈ શકીશ તું નરી આંખે ઉલ્કાઓને

જ્વાળાઓમાં ઘેરાતી પ્રવેશતી

તારી રાતના આકાશમાં

લઈ આંદોલનોના તેજ લિસોટા

અનુભવી શકીશ તું એના ભીના સ્પર્શને

એમાં સંતાયેલા મારા દર્દની સુવાસને

મારી યાદોની ઝાંયને

તેં જે ખોયું એ માટેની

મારી પ્રજ્વલિત વેદનાને

ખોવાઈ ગયેલી

વહેરાઈ ગયેલી

જિંદગીઓની

અસહ્ય પીડને? –-પ્રતિષ્ઠા પંડ્યા

સૌજન્ય : www.poetryindia.com

*****

Question 

what is the speed at which sorrow travels?

what is the velocity of a sigh?

if i were to shed a tear

for you this morning

will it reach you by tonight?

Would you be able to spot it

in your night sky

burning up as it enters

leaving a dust trail of emotions

Will it be moist to your touch

hide a scent of my sorrow

the shade of my memories

the incandescent pain

for your loss

the agony of lives

lived far apart?

Translated from Gujarati by the Poet

OP 12.1.21

*****

જયંતિભાઈ નાયી

13-04-2021

પ્રતિષ્ઠા પંડ્યા ની રચના”પ્રશ્ન” પણ પજવી ગયો.
ખૂબ સરસ કામ કરી રહ્યા છો આપ.

Purushottam Mevada, Saaj

13-04-2021

પ્રતિક્ષા પંડયાની ગુજરાતી અને ભાષાન્તરિત અંગ્રેજી કવિતા ‘કાબિલે દાદ’ છે.

Sudha Maheta

13-04-2021

Pratishthaben Pandya’s Gujarati poem and its English translation – both are heart touching. it highlights pain of separation so accurately! Congrats.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: