Yevgeny Yevtushenko * અનુ. અરવિંદ બારોટ

No, I’ll not take half of the anything!

Give me the whole sky! The far- flung earth!

Seas and rivers and mountain avalanches-

All these are mine!I w’ll accept no less!

No, life, you cannot woo me with a part.

Let it be all or nothing! I can shoulder that!

I don’t want happiness in halves,

Nor is half of sorrow what I want.

Yet, there’s a pillow I would share,

Where gently press against a cheek.

Like a helpless star, a falling star,

A ring glimmers, on a finger of your hand.

– English Translation  by George Reavey

*****

ના, હું શેનુંય અરધું નહીં લઉં..

અનંત આકાશ,

ધસમસતી ધરતી,

ઉછળતા દરિયા,

વહેતી નદીઓ,

પર્વત પરથી ધસી પડતી હિમશીલાઓ:

આ બધું જ મારું છે.

આમાંથી ઓછું મને કંઈ ન ખપે.

ના, જિંદગી ! તું મને ટુકડેટુકડે ચાહે એ તો ના ચાલે !

મને મળો તો બધું જ મળો, નહિતર કશું નહીં..

સમગ્રને ઝીલવાની મારામાં ત્રેવડ છે…

અડધા પડધા સુખને મારે શું કરવું ?

અધૂરી તો પીડા પણ નહીં..

જે મળે તે સઘળું મળે, સામટું મળે, તો જ હું માનું.. 

પણ, હા…

ઓશીકું તો મારે સહિયારું જ જોઈએ.

ઓશીકે દબાયેલો તારો ગાલ, 

વચમાં તારી હથેળી, આંગળીએ અંગૂઠી ને એમાં જડિયલ હીરાનું ઝાંખું તેજ…

આ જ તો વૈભવ છે,અરધા ઓશીકાનો !

એટલે જ, 

ઓશીકું તો મારે અરધું જ જોઇએ.

અંગ્રેજીમાંથી ભાવાનુવાદ – અરવિંદ બારોટ

OP 4.3.21

*****

*****

પ્રવીણ ગરવા “સજનવા”

07-07-2021

લાંબા સમયથી સવાર પડે ને અવિરત કોયલના પ્રથમ ટહુકાની જેમ આપ દ્વારા કવિતાઑનો રસલહાણી થતી હોય છે …સુદર ને મજાની કવિતાઓ વાંચવા મળે છે આપની જહેમત લેખે લાગી છે આભારી છું
પ્રવીણ ગરવા સજનવા

Parul Nayak

13-04-2021

અરવિંદ ભાઈનો સરસ અનુવાદ, અરધું અધૂરું કશું જ નહી, ઓશિકું તો નહીં જ, આ અરધી વસ્તુઓની પીડા અસહ્ય હોય છે! વાહ!

Purushottam Mevada Saaj

13-04-2021

‘સેતુ’ના બધાજ લેખો ખૂબ માહિતી સભર છે.
George Tracey ની કવિતાનો ભાવાનુવાદ શ્રી અરવિંદ બારોટે ખૂબ સરસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: