Tagged: Arvind Barot

અરવિંદ બારોટ ~ પથારી સંકેલો

વીતી ગઈ છે રાત: પથારી સંકેલો ! પોકારે  પરભાત: પથારી સંકેલો …….. અનહદના ઓંછાયા ઓરા ઓરા આવે, રુંવે રુંવે  રણઝણતું  કો’  બીન બજાવે; આ જ ઘડી રળિયાત: પથારી સંકેલો …..  મોંસૂઝણાની  વેળા  થઈ છે:નેણાં ખોલો ! અજવાળાનાં પગલાં થાશે:ખડકી ખોલો...

કવિ કાગ ~ અરવિંદ બારોટ

સાદી, સરળ અને જીવનલક્ષી કવિતા જ ચિરંજીવી નીવડી શકે છે. એટલે જ કાગબાપુની વાણી જનજનને સ્પર્શે છે. કોઈ એવી રાત નહીં હોય કે કાગવાણી ક્યાંક ને ક્યાંક ગૂંજતી નહીં હોય. કવિ કાગની વાણી ભીતરની ભેખડ ભેદીને પ્રગટેલી સરવાણી છે. નક્કર...

કવિ દાદ ~ અરવિંદ બારોટ

કાળજામાં વાગે છે ટેરવાં  ડિસેમ્બર 1969, સાહિત્ય પરિષદનું 25મું સંમેલન જૂનાગઢમાં મળેલું. આ સંમેલનમાં જયમલ પરમાર અને રતુભાઈ અદાણીના નેતૃત્વમાં લોકસાહિત્યના એક ત્રણેક કલાકના કાર્યક્રમનું આયોજન થયેલું. ઉમાશંકર જોશી, સુંદરમ્, હરિવલ્લભ ભાયાણી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, વિનોદ અધ્વર્યુ, ઉશનસ્, ગુલાબદાસ બ્રોકર, ઝીણાભાઈ...

ગરબો, ગરબી, રાસ, રાસડા : અરવિંદ બારોટ

ગરબો, ગરબી, રાસ, રાસડા.. – અરવિંદ બારોટ રાધાજીનાં ઊંચા મંદિર નીચા મોલ  ઝરૂખડે દીવા બળે રે લોલ.. રાધા ગોરી ગરબે રમવા આવો સાહેલિયું ટોળે વળે રે લોલ.. ૦ એક સામટા ૩૦-૪૦ જેટલા નારી સ્વરોથી શેરી ‘ને ચોક લીંપાતા હોય..કુંડાળે ઘૂમતી રમણીઓના...