Dipti Naval ~ Remembering Smita Patil * અનુ. રસીલા કડીયા

Remembering Smita Patil 

Always on the run
Chasing our dreams
We met each time –

At baggage claims
VIP lounges 
Check- in counters

Stood a while together
Among gaping crowds
Spoke, unspoken words

Yearning to share
Yet afraid, afraid Of ourselves

All around us
People cheering, leering
And we, like spectacles
Amidst all the madness

Trying to live a moment Of truth
A glance, a touch
A feeling to hold on to
And move on…

The last time we sat together
Waiting for a flight
I remember I’d said,

‘There must be another way
Of living this life!’

For a long time
You remained silent

Then,

Without blinking
Without turning
Said,

‘There isn’t’

Today You are gone, and
I’m still running…

Still trying
To prove you wrong . .

– Dipti Naval

*****

સ્મિતા પાટીલની યાદમાં 

સાથે ચાલતાં

સ્વપ્નો પાછળ ભાગતાં

આપણે જ્યારે જ્યારે મળ્યાં …  

ક્યારેક બેગેજ ક્લેઇમ ખાતે

ક્યારેક VIP લોંજમાં

ક્યારેક ચેક-ઇન કાઉન્ટર પર….

જરાક સાથે થોભતાં આપણે

લોકોની એ ભીડ વચ્ચે

બોલાયેલા, ન બોલાયેલા શબ્દો

શેર કરવાની અદમ્ય ઝંખના

પણ ગભરાતાં, ડરતાં આપણી જ જાત થકી !

આપણી આસપાસ

નિરંતર આઘાપાછા થતાં લોકો જ… બસ લોકો જ….

આ બધા પાગલપન વચ્ચે

બની રહેતાં માત્ર પ્રેક્ષકો આપણે !

સચ્ચાઈની એક પળને જીવી લેવાની એ કોશિશ….

એક નજર….એક સ્પર્શ

એક સંવેદના – લાગણીને

જરાક જાળવી રાખીને

વધ્યા આગળ ને આગળ

એ છેલ્લીવાર ફ્લાઇટની રાહ જોતાં

બેઠા હતાં સાથે આપણે ત્યારે

યાદ છે મને, મેં કહ્યું હતું :

‘જરા અલગ રીતે જીવી શકાય’

અને ત્યારે

મોં પણ ફેરવ્યા વિના અપલક જોયા કરી મને

ચોખ્ખે ચોખ્ખું કહ્યું હતું તેં

‘ના’ !

આજે તું નથી

અને હું દોડી રહી છું હજુ પણ

મથી રહી છું સતત

તને ખોટી ઠેરવવા….

અનુવાદ : રસીલા કડિયા

OP 3.11.20

*****

*****

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

12-08-2021

ફિલ્મ લાઈનની બે ધુરંધર અભિનેત્રીઓ આવી કાવ્યમાં અભિવ્યક્ત થાય એ જ બતાવે છે કે કળા કોઈ પણ હોય કાવ્યમાં મૂકવી જરુરી બની જાય છે.

છબીલભાઈ ત્રિવેદી

11-08-2021

રસીલા કડીયા એ કરેલો અનુવાદ ખુબજ ઉમદા એ જમાનો દિપ્તી નવલ અને સ્મીતા પાટીલ નો ખુબજ દબદબા ભર્યો બન્ને દિગ્ગજ અભિનેત્રી સરસ અનુવાદ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

લલિત ત્રિવેદી

11-08-2021

સરસ કાવ્ય
અનુવાદ પણ ખૂબ સારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: