રઘુવીર ચૌધરી ~ આ એક નદી * અનુ. પ્રદીપ ખાંડવાળા * Raghuvir Chaudhari * Pradip Khandawalla

આ એક નદી

દર્પણમાં

મારા ચહેરાની પાછળ

હજીય વહેતી આ એક નદી

નામે સાબરમતી.

અમથી અમથી ખમચાતી

મારી નીંદર પરથી પસાર થતી.

સવારે ધુમ્મસમાં ભળીને

લગભગ પુલ નીચે એ અટવાઈ જતી.

અને ચારેકોર જાગતા અવાજમાં ખોવાઈ જતી

એની જાણીતી ગતિ.

એકસામટી એ અદૃશ્ય થતી

આ શહેર જેટલા જૂના આકાશમાં

ને વળી પાછી ઉતરતી

સ્મરણમાં સચવાઈ રહેલ પર્વતની તળેટીમાં.

એમ તો, એ તળેટીથી તે છેક

અમારા મકાનને ટેકો દેતી દીવાલ સુધી

એનાં પૂર ચડી આવ્યાં છે.

પણ અમે બારણાં ખોલીને બહાર આવીએ એ પહેલાં

એ ઓસરી ગયાં છે.

આ વર્તમાન બહારની કોઈક ક્ષણે

ખુલ્લી રહી ગયેલી બારીમાં થઈને

એનું પ્રતિબિંબ દર્પણની પેલી ગમ વહી જાય છે

અને વહે જ જાય છે.

છેક જોગણા ધોધ સુધી.

હા, છેક જોગણા ધોધ સુધી.

~ રઘુવીર ચૌધરી

*****

A River This One 

Still flowing in the mirror

Past my face is this

A river named Sabarmati.

Hesitant without reason

She sneaks past my sleep.

Below by  the bridge the river blends

With the morning smog

And gets into a tangle.

Its familiar flow gets lost

In the rising hubbub.

The river vanishes suddenly

In the sky old as this city

And again descends

Into its basin by mountain

Stored in my memory.

Its flood waters have

indeed inundated All the lend  

From the river’s banks

To the wall buttressing our house.

But they have receded

Even before we could exit from our portal.

At some moment

Outside the present

Its reflection exits   

From the window left open

and flows On the other side of the mirror

And keeps flowing

All the way to Jog Falls

Yes, all the way to Jog Falls. 

Translated by Pradip Khandawalla

5.12.20

*****

3 Responses

  1. ખૂબ જ સરસ કાવ્યાનુવાદ.

  2. ખુબ સરસ કાવ્ય નો ઉત્તમ આસ્વાદ

  3. ખુબ સરસ અનુવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: