
એકલતા
સાગર તીરે અલસ તિમિરે વિહરે એકલતા
મોજું આવે, કોક રહીને અડકે ચરણ જતાં
ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા
કરે સ્પર્શ અંધાર શ્વાસને
સ્મરૂં આજ જળના ઉજાસને
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા
~ રઘુવીર ચૌધરી
કવિને જન્મદિવસે અનેકાનેક શુભકામનાઓ અને વંદન.
કાવ્ય ~ રઘુવીર ચૌધરી * સ્વરાંકન અને સ્વર અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા-1

આદરણીશ્રી રઘુવીરભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🎈
કવિશ્રી રઘુવીરજીને શુભેચ્છાઓ. સરસ કાવ્ય.
રઘુવીર ભાઈનું સરસ એક ગીત… સુંદર ભાવ… આતમના જલતરંગને ઝંઝોડતુ
વાહ અમર ભટ્ટ… ખૂબ સરસ કંઠ અને એમાં સોનામાં સુગંધ એવું તેમનું મધુર સંગીત.. વાહ વાહ
જન્મદિવસ ની ખુબ ખુબ શુભ કામના 🎉🎉🎉