🥀 🥀
*વર્ષાગમન પૂર્વાનુભૂતિ*
છોને છાલક છાંટા વાગે જી
છોને છાલક છાંટા વાગે જી.
નભ વચ્ચાળે કાળું વાદળ છમ્મ આંખ મીંચકારે જી,
મોતી પરોવો કહી ગયા સંતો વીજળીના ચમકારે જી.
આ કોણ મનડાને તાગે જી
છોને છાલક છાંટા વાગે જી.
આરપાર ખેતર ખેડી ઊભા ખેડૂત—પુત્રો જી,
કામ એકે આવે નહીં પતંજલિનાં સૂત્રો જી.
ટહુકે મોર મધુરા રાગે જી
છોને છાલક છાંટા વાગે જી.
રસ્તા વચ્ચે મંડૂક સૂતા છ છ મહિના સુધી જી,
સાવ ગયા સુકાઈ તોયે ક્યાંથી આવે શુદ્ધિ જી.
એ છાલક છાંટે જાગે જી
છોને છાલક છાંટા વાગે જી.
~ નવીન જોશી (6.12.1953 )
ખૂબ સરસ કાવ્ય. અભિનંદન 🌹
જન્મ દિવસની સુકામનાઓ…
ખૂબ જ સરસ ગીત, શબ્દો
ખુબ સરસ ગીત જન્મદિવસ ની શુભ કામના
‘છ’ નું આવર્તન ગીતમાં સરસ લય ઉત્પન્ન કરે છે અભિનંદન.
સરસ ગીત રચના