કવિ રઘુવીર ચૌધરી : મારી કવિતા * Raghuvir Chudhari
મોતી ના માંગુ
થોડું અજવાળું માંગુ વ્હાલા
છીપની યે બહાર નજર જાય….
મારી કવિતા પર વિચારોની આંધી ચઢી આવે છે, એની સમકાલીન વિવેચક મિત્રો ટીકા કરતા ત્યારે મને થતું કે આ લોકો સુંવાળા છે અને ઝાઝું સમજતા નથી. પણ આજે હું આ અંગે સંદિગ્ધ છું. ક્યારેક થાય કે વિચાર એ તો સંવેદન પર પડેલું કસ્તર છે. તો ક્યારેક મંત્રકવિતામાં રહેલા વિચારતત્વને જોઈને મુગ્ધ રહી જવાય. સાહિત્ય સામાજિક પરિવર્તનનું સાક્ષી બનવા ઉપરાંત નિમિત્ત પણ બની શકે. બને જ કે એણે બનવું જ જોઈએ એમ નહીં પણ બની શકે. પણ મારી કવિતા કોઈના ભય, અંધશ્રદ્ધા, અસદ અને હિંસા નિવારવામાં સહેજ પણ ખપમાં આવે તો જેને હું ફૂલ કહેતો હોઉ એને બીજા ખાતર કહે તો પણ મને વાંધો નથી. – રઘુવીર ચૌધરી
(‘મૂલ્યો આરોપીના પીંજરામાં’, પૃ 52, સંસ્કૃતિ 1984)
OP 6.5.2021
***
છબીલભાઈ ત્રિવેદી
09-05-2021
આજના દિવસ નુ રવિગાન માણવા જેવુ ગુણવંત ભાઈ નુ કાવ્ય પણ ખુબજ સરસ આપ કાવ્યવિશ્ર્વ ખુબજ લગન થી સંચાલિત કરી રહ્યાં છો તેનો ખુબ આનંદ છે આભાર લતાબેન
કેશુભાઈ દેસાઈ
08-05-2021
રઘુવીરભાઈની પ્રતિબદ્ધતા દાદ માગી લે તેવી છે
પ્રફુલ્લ પંડ્યા
07-05-2021
માનનીય શ્રી રઘુવીરભાઈની પોતાની કવિતા વિશેની કૅફિયત ગમી.સંવેદના સાથે કાવ્યમાં વિચાર તત્ત્વનો મહિમા તેઓએ કર્યોં છે.કોઈપણ કવિતા માનવજાતને કોઇક રીતે પણ ઉપયોગી થતી હોય તો કવિતાનું function અહીં પૂરું થાય છે તે વાત પ્રતિતીકારક છે.માનનીય શ્રી રઘુવીરભાઈને મારા વંદન
પ્રફુલ્લ પંડ્યા
છબીલભાઈ ત્રિવેદી
07-05-2021
આજે રવિન્દ્રનાથ ટાગોરનોજન્મ દિવસ છે તેમનુ ખુબજ જાણીતુ કાવ્ય અેકલો જાનેરે ખુબ ગમ્યું આપ ઘણી ચીવટ થી કાવ્યવિશ્ર્વ નુસંચાલન કરો છો આભાર લતાબેન
છબીલભાઈ ત્રિવેદી
06-05-2021
મારી કવિતા રઘુવીર ભાઇ તો ગુજરાતી સાહિત્ય જગત ના ધ્રુવ સમાન ગણાય ખુબ ઓછા શબ્દો મા ઘણુ બધુ કહીદે તેવી રચના આભાર લતાબેન
આ. રઘુવીરભાઈની કાવ્ય ચેતનાને વંદન. જ.દિ. ની દીર્ઘાયુ સ્વસ્થ જીવનની શુભકામનાઓ.
ખૂબ જ ખંતથી લતાબહેન આપણને કાવ્યવિશ્વમાં આપણને લઈ જાય છે માટે એમનો ખૂબ ખૂબ આભાર.
આવા સરસ શબ્દો માટે તમારો પણ આભાર મીનલબેન
ખુબ સરસ