Category: કાવ્ય

અમર પાલનપુરી ~ માંગે છે Amar Palanpuri

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છેઆ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એનેજ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતીવિજયની છે સરસ બાજી...

રમેશ પારેખ ~ પગલું Ramesh Parekh

એક વખત આ હું ને મારી આંખ ગયાં’તાં દરિયે,ત્યારે કોઈ પગલું પાડી ગયું હતું ઓસરીએ. ઘેર આવતાં ઘરના મોં પર નરી તાજગી ભાળી,અને અડપલું બીલી ઉઠ્યું : જડી ગયું, દે તાળી… અમે પૂછ્યું : શુ જડી ગયું તો કહે –...

રમેશ પારેખ ~ સુખ આપો Ramesh Parekh

આંખોને કાળમીંઢ કોણે ઘડી છેમને કંઈ તો જોયાનું સુખ આપો… આવા તે ગામમાં દિવસ ઊગ્યોકે રાત ઊગી તે કેમ કરી જાણુંસૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે– ને વાય અહીં વ્હાણુંમૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,મને કંઈ તો રોયનું સુખ આપો…....

સુરેશ દલાલ ~ આપણી રીતે Suresh Dalal

આપણે આપણી રીતે રહેવુંખડક થવું હોય તો ખડક  નહીં તો નદી જેમ નિરાંતે વહેવું ! ફૂલની જેવું ખૂલવુંઅને ડાળની ઉપર ઝૂલવું,ભમરાનું ગીત કાનમાં આંજીકાંટાનું રુપ ભૂલવું.મૂંગા થઈને સહેવું અને કહેવું હોયતો પંખીની જેમ કહેવું !ખડક થવું હોય તો ખડક :નહીં...

સુરેશ દલાલ ~ હું તો ચાલી Suresh Dalal

આંખ તો મારી આથમી રહી કાનના કૂવા ખાલી.એક પછી એક ઇન્દ્રિય કહે : હમણાં હું તો ચાલી. શ્વાસના થાક્યા વણઝારાનો નાકથી છૂટે નાતો,ચીમળાયેલી ચામડીને હવે સ્પર્શ નથી વરતા’તો.સૂકા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,એક પછી એક ઇન્દ્રિય કહે : અબઘડી હું...

ઊજમશી પરમાર ~ વળી દાખડો Ujamashi Paramar

વળી,દાખડો શીદને કરવો પળ બે પળનો-ઠાલો,આલો તો આલો રે અમને અસલ ઝુરાપો આલો;દુનિયા આખીથી નોખી આ અજબ સમી રટ લાગી! ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી. અધકચરા...