લતા હિરાણી ~ સવાર હળવેકથી * Lata Hirani

તડકો

સવાર  
હળવેકથી
લઈ આવી એને

અજવાળાની આછી લહેરે
ભાગી છૂટયું અંધારું

ટહુકાઓએ ટોળે વળી
ચસચસ પીધું   
સન્નાટાનું સરવર

શેરીએ આંખો ફાડી
ફળિયું મહોર્યું  
ને ડેલી ઊઘડી ફટાક

ઘડીકમાં તો
રેલમછેલ તડકો
વંડી ઠેકતો બહાર …

~ લતા હિરાણી

18 Responses

  1. ઉમેશ જોષી says:

    વાહ તડકો….વંડી ઠેકતો બહાર.

  2. વાહ, સવારનું કલ્પન.

  3. Minal Oza says:

    કાવ્યમાં તડકો વિવિધ કલ્પનો દ્વારા સરસ રીતે આવ્યો છે. અભિનંદન, લતાબહેનને ..

  4. સવારની મંગલમય શરૂઆત 🙏👌👌

  5. ખુબજ સરસ રચના

  6. VAHIDA DRIVER says:

    Wah adbhut

  7. પ્રીતિ says:

    વાહ, ખૂબ સરસ

  8. હરીશ ખત્રી says:

    વાહ!
    ઝળે, ઝળહળે,
    પ્રગટયા દીપક પ્રાણ…!!
    ખૂબ સરસ

  9. હરીશ દાસાણી.મુંબઈ says:

    સરસ મોનોઇમેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: