રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ ~દુહા-મુક્તકો

દુહા-મુક્તકો

એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ!
એકલ વાટે વિચરવું, કરમ કદી ન લખીશ.

*
એકલ દેતા દાન જે, એકલ ઝૂઝતા જંગ,
એકલ જગનિન્દા સહે, એ મરદોને રંગ!

*
એકલ ભલાં તપસ્વીઓ, રસિયાં ભલાં જ હોય,
બીજાં ત્રણ, ત્રણ કે અધિક, જો દિલ દંભ ન હોય.

*
સુંદર સુંદર સૌ કહે, સુંદર કહ્યું શું જાય?
(ઈ) સાચા સુંદર કારણે, (જેનો) કળીકળી જીવ કપાય.

*
તન ખોટાં, હૈયાં ખૂટલ, ધરવ ન કશીયે વાત,
એ કળજુગની જાત, શાણા સમજે સાનમાં

*
મુખ સમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહિ હાણ,
જગ સમ કો જંગલ નહિ, સત્ય સમી નહિ વાણ.

~ રામનારાયણ વિ. પાઠક ‘શેષ’ (8.4.1887 -21.8.1955)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *