દિવ્યકાંત ઓઝા ~ કિલીમાંજારોની ઊંચાઈ આંબી * Divyakant Oza  

કવિતા-ઢ/૨

કિલિમાન્જારોની ઊંચાઈને આંબી,
ખખડતું ખખડતું ખીણમાં ગબડી જઈ,
બરફમાં બફાઈને

થીજી ગયેલું મારું મન,
કોઈકે ક્યારેક રોપેલા બીજમાંથી
ફૂટેલા ફણગાને સહારે બહાર આવ્યું
ત્યારે
હબસીના લબડતા જાડા હોઠ જેવા
રસ્તા પરથી

‘કો’ક પસાર થઈ ગયું છે –’
એ વાતને પોતાની સાથે લઈ
પવન ઝપાટા બંધ જઈ રહ્યો હતો;
અને
એક દિવસ ખખડધજ થઈ જનારા
એ વૃક્ષને જોવા
પછી તો

હું ત્યાં જ ઊભો રહ્યો.

~ દિવ્યકાંત ઓઝા (1929? – 8.4.1978)

જન્મ રાધનપુર. વતન ભાવનગર. આઠમા ધોરણથી અભ્યાસ છોડ્યો. પછી ચિત્રકાર થયા. ૪૯ વર્ષે મૃત્યુ પામ્યા. મરણોત્તર પ્રકાશન ‘દિવ્યકાન્ત ઓઝાનાં કાવ્યો‘.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: