

મજાના શેર
સાથે રહ્યાનો ભાર જોયો છે તમે ?
એકાંતનો આકાર જોયો છે તમે ? ***
મન ઝરૂખે ને જાત પિંજરામાં છે
એક યોગી ગહન દ્વિધામાં છે. ***
ચારેબાજુ છે અંધારું જોગી
તારે હૈયે છે આતમનું દેરું જોગી. ***
કોઈ આવી વૃક્ષની ઘેઘૂરતા છેદી ગયું
વીજળીના તાર પર બેઠું છે પંખી ભગ્ન થઈ.***
મારાથી દૂર છું હું મારી તલાશમાં
રસ્તો મને બતાવ કે મન લાગતું નથી. ***
બંદગી કે હતી એ યાચિકા ?
મંદિરોનું નમન દ્વિધામાં છે. ***
પ્રસિદ્ધિનું લઈ દર્દ જાગ્યા કરે છે
શિખરને બહુ સૂનું લાગ્યા કરે છે. ***
કેમ કાગળ પર ચીતરવી ઝંખનાને
તું પુરાવા સ્પર્શના આજે નવા દે. ***
હાંફતા ને દોડતા આખા નગરમાં
રાત પડતાં ટળવળે છે એક ચહેરો. ***
આંસુઓનો ભાર લાગ્યો એટલે લખતો રહું છું
શબ્દ તારણહાર લાગ્યો એટલે લખતો રહું છું. ***
~ પરેશ સોલંકી
‘એટલે લખતો રહું છું’ * ડો. પરેશ સોલંકી * નવભારત 2024
ભાવનગરના આ કવિ અને એમના કાવ્યસંગ્રહનું ‘કાવ્યવિશ્વ’ના દ્વારે સ્વાગત છે.

ખૂબ સરસ શેર, સંકલન
આભાર
Lovely Good
Very Nice
આભાર, કાવ્ય વિશ્વ, લત્તાબેન
આનંદ આનંદ ભાઈ
આભાર, કાવ્ય વિશ્વ, લત્તાબેન
આનંદ આનંદ પરેશભાઈ
ખુબ સરસ કવિ
સરસ રચના. અભિનંદન.
Very Nice