ચંદ્રવદન ચી. મહેતા ~ એક આવ્યું એવું  

અજવાળું

એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

તરતું, સરતું, ઝરતું, નીકળ્યું,
ભવમાં એ ભટકાણું જી
ક્યાંથી સરક્યું, જ્યોતિ મલક્યું

ઘરમાં ક્યાંક ભરાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

પંચામૃતની મટકી ઘૂંટી,
મટકીમાં બંધાણું જી
જાતું પાછું જ્યાંથી આવ્યું,

ભેદ ન એનો જાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

અજવાળું એ આપ અનોખું,
નોખું શેં પરમાણું જી
અજવાળે અજવાળું ભળતાં

ઊકલે એ ઉખિયાણું જી
એક આવ્યું એવું અજવાળું જી
એને કેમ કરી સંભાળું જી

~ ચંદ્રવદન ચી. મહેતા (6.4.1901-4.5.1991)

જન્મદિને કવિને સ્મૃતિવંદન

2 thoughts on “ચંદ્રવદન ચી. મહેતા ~ એક આવ્યું એવું  ”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *