સર્જક : ચંદ્રવદન ચી. મહેતા * Chandravadan C Maheta

ચંદ્રવદન ચી. મહેતા

6.4.1901 – 4.5.1991

જન્મ સુરત

સર્જન : નાટક, વિવેચન, કવિતા, પ્રવાસવર્ણન

મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષથી સ્વીકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ- એ એમના સર્જનની વિશિષ્ટતાઓ

રંગભૂમિની સૂઝથી લખાયેલાં, તખ્તાને જીવંત કરતાં એમનાં નાટકોની સંખ્યા મોટી છે ને એમાં વૈવિધ્ય પણ છે. એમણે ઓગણત્રીસ જેટલા નાટ્યગ્રંથો આપ્યા છે.

એમની કવિતામાં એક બાજુ બળવંતરાય ઠાકોરના કાવ્યાદર્શનો સ્વીકાર અને બીજી બાજુ ભગિનીપ્રેમના છદ્મ ભાવાવેગની સંદિગ્ધતાનો પુરસ્કાર છે.

1978માં ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ અને ફોર્બ્સ ગુજરાતી સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

કાવ્યસંગ્રહો

‘યમલ’ (૧૯૨૬) ચૌદ સૉનેટોનો સંચય
‘ઇલાકાવ્યો’ (૧૯૩૩)માં ‘યમલ’નું પુનમુર્દ્રણ અને ‘કંચનજંઘા’ની સૉનેટમાલા સમેત કુલ પાંત્રીસ સૉનેટ
‘ચાંદરણાં’ (૧૯૩૫) બાલગીતસંગ્રહ
‘રતન’ (૧૯૩૭) સળંગ પૃથ્વી છંદમાં ૧
,૬૩૬ પંક્તિનું કથાકાવ્ય
‘રૂડો રબારી’ (૧૯૪૦) કથાકાવ્ય
‘ચડો રે શિખર રાજા રામનાં’ (૧૯૭૫)માં એમનાં વીસ જેટલાં પ્રતિનિધિકાવ્યો છે
, જેમાં ‘ઓ ન્યૂયોર્ક’, ‘કોલોક્વિલ ગુજરાતીમાં કવિતા’ જેવી રચનાઓ વિશિષ્ટ છે.
ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક
 (૧૯૩૩) કાવ્યસંગ્રહ. (આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો કાવ્યગત ભાવને તાદ્દશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે.)

નાટ્ય ગઠરિયા (૧૯૭૦) ચંદ્રવદન ચી. મહેતાનો પ્રવાસગ્રંથ છે. આ ઉપરાંત એક નવલકથા અને ત્રણ કથાસંગ્રહો

બાંધ ગઠરિયાં ભા. ૧-૨ (૧૯૫૪) ચન્દ્રવદન મહેતાની આત્મકથાનો એક ખંડ

૧૯૬૦માં યુનેસ્કો હેઠળની આંતરરાષ્ટ્રીય થિએટર ઇન્સ્ટ્યુટની વિએના ખાતેની પરિષદમાં તેમણે ૨૭ માર્ચને વિશ્વ નાટક દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો હતો.

સન્માનો

રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૩૬
નર્મદ સુવર્ણચંદ્રક ૧૯૪૨
કુમાર સુવર્ણચંદ્રક ૧૯૫૦ (જેનો એમણે અસ્વીકાર કર્યો હતો)
પદ્મશ્રી ૧૯૬૨
સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૭૧ પ્રવાસ ગ્રંથ
‘નાટ્ય ગઠરિયા’ માટે
સંગીત નાટક અકાદમીની ફેલોશીપ ૧૯૮૪   

સૌજન્ય : ગુજરાતી વિકિપીડિયા

3 Responses

  1. ખુબ માહિતીસભર લેખ

  2. ઉમેશ જોષી says:

    રસપ્રદ આલેખન.

  3. સ્મૃતિ વંદન, નાટ્યવીદને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: