સિલાસ પટેલીયા ~ દૂરાતિદૂર એ પંખી * Silas Patelia

પંખી

દૂરાતિદૂર એ પંખી ઊડી આવી બેઠું
મારા ખભા પર, શાંત-મૌન!

છતાં એની આંખોમાંથી
દૂરના દરિયાનાં મોજાં ઘૂઘવતાં
,
એની કથા કહેતાં મારા ખભે
અથડાતાં’તાં…

એની બિડાયેલી પાંખોમાં
ધોધમાર વરસાદ
કાળઝાળ તલવારધાર ઉનાળો
ને હિમછાયો શિયાળો –
મને એની યાત્રા કહેતા હતા

કોઈ ઋષિની વાણી જાણે વહેતી હતી
ને એમાં હું નિમગ્ન!
થોડી વાર આમ બેસી
એ ઊડી ગયું
છતાંય એ મારા ખભા પર જ છે!

~ સિલાસ પટેલિયા

પંખીની ઉડાન જેવું હળવુંફૂલ અને મૌન વાણી જેવું મર્મીલું.  

4 Responses

  1. ખુબ સરસ અભિનંદન

  2. Minal Oza says:

    માર્મિક વાત સરળ શબ્દોમાં કહેવાઈ છે.

  3. ઉમેશ જોષી says:

    મર્મજ્ઞ રચના.

  4. Anonymous says:

    પંખીની કવિતા. ખૂબ ભાવસભર કાવ્ય. અભિનંદન. શુભેચ્છાઓ 🌹🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: