નેહા હરેશ પુરોહિત ~ સ્વર ભીતરમાં

સ્વર ભીતરમાં એકધારો થૈ જતો
કાશ, એ રીતે તું મારો થૈ જતો,

એ પછી વળગી જતાં સ્મરણો અને,
એ સમય એથી જ તારો થૈ જતો,

શાંત જળમાં કાંકરી ફેંક્યા કરી
જળ નહીં વિહવળ કિનારો થૈ જતો,

મૌન મારું બોલવા જો લાગશે
શબ્દ નિર્ધન ને બિચારો થૈ જતો,

હાથ રાધાનો બને છે વાંસળી
મીરાં માટે એકતારો થૈ જતો. ..

~ નેહા હરેશ પુરોહિત 

આ ગઝલ એવું વિશ્વવિષયવસ્તુ – પ્રેમની મધુરતા અને પ્રેમની તડપ – લઇને આવી છે જેને માનવી જીવનમાં લગભગ એકવાર તો પામે છે અથવા પામવા ઝંખે છે…. ઉપરથી ન દેખાય તોય ઊંડે ઊંડે જેનું ઝરણ વહ્યા કરતું હોય એ સનાતન ભાવ…. પ્રેમનો ભાવ….

સાભાર – ‘પરપોટાની જાત’ કાવ્યસંગ્રહ 

16.3.21

1 thought on “નેહા હરેશ પુરોહિત ~ સ્વર ભીતરમાં”

  1. કિશોર બારોટ

    નેહા બેનની ગઝલ પણ તેમનાં ગીતો જેવીજ તાજગીસભર હોય છે .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *