પ્રજારામ રાવળ ~ ઝાલાવાડી ધરતી * Prajaram Raval



આ ઝાલાવાડી ધરતી
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક રુક્ષ ચોફરતી

અહીં ફૂલ કેવળ આવળનાં
અહીં નીર અધિકાં મૃગજળનાં
પુષ્પ, પત્ર, પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી

જોજનના જોજન લગ દેખો
એક નહીં ડુંગરને પેખો
વિરાટ જાણે કુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી

આ તે કોઇ જનમ-વેરાગણ
કે, કો ઉગ્ર તપંતી જોગણ
સન્યાસિની તણા નિર્મળ શુભ્ર વેશે ઉર મુજ ભરતી

પ્રજારામ રાવળ

2 Responses

  1. વાહ ઝાલાવાડ ની ધરતી ખુબ સરસ રચના પ્રણામ

  2. 'સાજ' મેવાડા says:

    શાળાના સમયથી આ કવિતાએ ઝાલાવાડ ની ઓળખ કરાવેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: