સૂચિતા કપૂર ~ ચડાઉ પાસ * Suchita Kapoor

મારાં બાળકો

મારો પતિ

મારો પરિવાર

રોજ મને ટોકે છે.

ઉલટતપાસ પણ કરી લે ક્યારેક.

મને ઘણું બધું નથી આવડતું

લેપટોપ, મોબાઈલની ઘણી અટપટી સીસ્ટમ

બેન્કિંગ નથી સમજાતું, ત્યાં નેટ બેન્કિંગ!

ઓનલાઇન ફોર્મ, ઓનલાઇન બુકિંગ

મેકઅપ, સ્ટાઇલ અને સ્ટાઇલિશ રહેતાં

મને આવડતું નથી.

તો કેમ બોલવું અને શું બોલવું

તે તો હું શીખી જ નહિ.

હું બાઘાની માફક ચૂપચાપ સાંભળતી રહું  છું.

વાંક મારો છે.

ભણ્યા વગર ચડાઉ પાસ થવાય

તેમ હું જીવ્યા વગર જિંદગીમાં ચડાઉ પાસ થઈ.

બાવીસમાં વરસથી સીધું પિસ્તાલીસમું.

જિંદગીએ ઓફર કરી અને મેં ચૂપચાપ સ્વીકારી.

એમાં કંઈ મારો એકલાનો દોષ નથી હો,

હું ‘ને મારી આખી બેચ

અમે બધા જ જિંદગીએ આપેલું માસ પ્રમોશન છીએ.

જીવ્યા વગર ઉપર ચઢી ગયેલું એક મોટું ટોળું.

ચડાઉ પાસ.

~ સૂચિતા કપૂર

વિડંબના, ઉપેક્ષા, અવહેલનાની કથા કેટલી સંયત અને છતાંય ધારદાર! જરા ઝીણી આંખે જોવું-તપાસવું પડે કેમ કે હળવા શબ્દોમાં ભાર સંતાડેલો છે. વંચાતા શબ્દોની છાંયમાં બીજું શોધીને વાંચી લેવું પડે…..

11 Responses

  1. Kirtichandra Shah says:

    😂

  2. હરીશ દાસાણી says:

    લતાબેનનું નિરીક્ષણ સચોટ છે.ચડાઉ પાસ-કવિતામાં હાસ્ય પાછળ છૂપાવેલી વેદના છે.

  3. બીજા બધા ને પાણી પીવાથી મતલબ છે માટલુ ભરવા ની ચિંતા તો ફકત બા ને જ હોય છે

  4. darshak acharya says:

    વાહ

  5. 'સાજ' મેવાડા says:

    સરસ અભિવ્યક્તિ

  6. પ્રફુલ્લ પંડ્યા says:

    સૂચિતા કપૂરની સુંદર રચના: સામાજિક સન્દર્ભે વધુ વાસ્તવિક ! વાહ! લતાબેન કાવ્ય વિશ્વમાં નવું નવું લ ઈ આવે એટલે મજા પડી જાય ! કૈ કેટલાંય નવાં – જુનાં નામોની સર્જકલીલા!

  7. Tanu patel says:

    ચડાઉ પાસ,, મઝાની વાત કરી…

  8. આરતીબા ગોહિલ .'શ્રી ' says:

    વાહ…
    ચડાઉ પાસ….
    સૂચિતા ના શબ્દોમાં અવ્યક્ત વેદના અને નરી વાસ્તવિકતા હોય છે.
    – લતાબેન આપના શબ્દો મા થયેલ વિસ્તાર પણ ખુબ ગમ્યો.

  9. Kavyavishva says:

    આભાર આરતીબા

  10. Kirtichandra Shah says:

    Chadau pass no ek redeeming factor છે poet nu acceptance and smiling ચેહરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: