મનોજ ખંડેરિયા ~ કહે તે સ્વીકારું * Manoj Khanderiya

કહે તે સ્વીકારું ~ મનોજ ખંડેરિયા

કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.

નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.

નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

~ મનોજ ખંડેરિયા

જૂનાગઢના કવિ મનોજ ખંડેરિયાની ગઝલોનું અર્થગાંભીર્ય નોંધપાત્ર છે. ગઇકાલે ‘ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે’ ગઝલ જોઈ અને આજે કવિની ક્ષણને પરત માંગતી ગઝલ. કાશ, કોઈનેય વીતેલી ક્ષણ પરત મળી શકતી હોત તો !! અલબત્ત એ મત્લાનો શેર છે. પછીના શેર બીજા ભાવવિશ્વોને લઈને આવે છે.

OP 7.7.22

***

Varij Luhar

07-07-2022

હ્રદયસ્થ કવિશ્રી મનોજ ખંડેરિયાની શબ્દ ચેતનાને વંદન

છબીલભાઈ ત્રિવેદી

07-07-2022

ખુબ સરસ રચના મનોજ ખંઢેરીયા સિધ્ધહસ્ત રચનાકાર છે તેમની રચનાઓ માણવા લાયક હોય છે આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: