મનોજ ખંડેરિયા ~ વરસોનાં વરસ લાગે * Manoj Khanderiya

ક્ષણોને તોડવા બેસું ~ મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

~ મનોજ ખંડેરિયા (6.7.1943 – 27.10.2003)

કાવ્યપ્રેમીઓના હૃદયે વસી ગયેલી આ ગઝલ.  

કવિના જન્મદિને સ્મૃતિવંદના

OP 6.7.22

***

સાજ મેવાડા

06-07-2022

ખૂબ જાણીતી અને વખણાયેલી ગઝલ. છેલ્લો શેર બેનમૂન.

છબીલભાઈ ત્રિવેદી

06-07-2022

મનોજભાઈ ના જન્મદિને તેની સરસ રચના આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: