Tagged: Panna Nayak

પન્ના નાયક ~ દૂરી * Panna Nayak

આપણેઆટલાં નજીકછતાંયજિંદગીભરએકબીજાને જોયા કર્યાં છે એ રીતે જાણેહું સ્ટેશન પરનેતુંપસાર થતી ટ્રેનનો મુસાફર. ~ પન્ના નાયક

પન્ના નાયક ~ પ્રવાસ Panna Nayak

આપણે ઘણું સાથે ચાલ્યાં પણ પછી આપણો પ્રવાસ અટક્યો… સારું જ થયું ને ! તારી પાસે જતાંઆવતાં વેરેલા અઢળક સમયે મને મારી ઓળખાણ તો કરાવી ! ~ પન્ના નાયક

પન્ના નાયક ~ અહો! મોરપીંછ-મંજીરા Panna Nayak

અહો! મોરપીંછ-મંજીરા વાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો સપને સૂતી સપને જાગીક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગીસૂર મારા ઊંડાણને તાગે છેક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે હું તો મુખડાની માયામાં મોહી પડીઆંખ હસતાં હસતાં વળી રોઈ પડીકોઈ શ્વાસે પાસે...

પન્ના નાયક ~ માતૃભાષા * Panna Nayak

જે ભાષામાં સપનાં આવે ~ પન્ના નાયક  આપણનેજે ભાષામાં સપનાં આવેએઆપણી માતૃભાષા.મનેહજીય ફિલાડેલ્ફીઆમાંસપનાંગુજરાતીમાં આવે છે.પણમારી આસપાસનાગુજરાતીઓઉમાશંકરની છબિ જોઈનેસતત પૂછ્યા કરે છે :‘આ કોની છબિ છે ?’ અનેમારું સપનું નંદવાઈ જાય છે.(સપનાંનાં હૈયાંને નંદવામાં વાર શી?) ~ પન્ના નાયક માતૃભાષામાં સપનાં આવે એવી આ...

પન્ના નાયક – પ્રેમમય વિશ્વમાં * Panna Nayak

તમારા કહેવાતા પ્રેમમય વિશ્વમાં- જીવનનો હિસાબ માંગતા ઘડિયાળના કાંટા છે,ત્વચા ઊતરડી નાંખતા પ્રેમના નહોર છે, સ્પર્શતી આંગળીઓમાં થીજી ગયેલી નદીઓ છે,ચૂમતા હોઠમાં ઘસડાઈ આવેલો નર્યો કાંપ છે, આલિંગવા આવતા હાથમાંસંબંધના કજળી ગયેલા દીવાની વાસ છે. સતત વાતા વાવાઝોડાથી કંપી કંપીને...

પન્ના નાયક ~ સરોવરના – આસ્વાદ ભાગ્યેશ જહા * Panna Nayak * Bhagyesh Jaha

સરોવરના નિષ્કંપ જળમાં ચંદ્રની પ્રદક્ષિણા ફરતી માછલીને કુતૂહલ થાય છે એ તરતો કેમ નથી? ~ પન્ના નાયક આસ્વાદ ~ ભાગ્યેશ જહા પન્નાબેનની કવિતાઓમાં અભિવ્યક્તિ અણિયાળી બનવાને કારણે એની કવિતાકલા આકર્ષે છે.  મને કવિતાકલાનું એક સરસ ઉદાહરણ કહી શકાય એવી નાની...