પન્ના નાયક – પ્રેમમય વિશ્વમાં * Panna Nayak

તમારા

કહેવાતા પ્રેમમય વિશ્વમાં-

જીવનનો હિસાબ માંગતા

ઘડિયાળના કાંટા છે,
ત્વચા ઊતરડી નાંખતા

પ્રેમના નહોર છે,

સ્પર્શતી આંગળીઓમાં

થીજી ગયેલી નદીઓ છે,
ચૂમતા હોઠમાં

ઘસડાઈ આવેલો નર્યો કાંપ છે,

આલિંગવા આવતા હાથમાં
સંબંધના કજળી ગયેલા દીવાની વાસ છે.

સતત વાતા વાવાઝોડાથી

કંપી કંપીને

હું સૂક્કુંભઠ્ઠ વૃક્ષ થઈ ગઈ છું.

હું વિનવું છું- 

તમારું

પ્રેમમય વિશ્વ પાછું લઈ લો

ને મને મારું

એકલવાયું વિશ્વ

પાછું આપો.

સાચે જ, હું જીવી જઈશ

~ પન્ના નાયક

એકલતાથી થાકેલો જીવ સંગાથ શોધવા જાય પણ સંગાથથી થાકેલો જીવ ક્યાં જાય ? જેને ‘પ્રેમ’ કહીએ છીએ એની પરિભાષા સામેના પક્ષે સાવ જુદા જ સૂરમાં વાગે છે ત્યારે અંદર જાગતા કોલાહલમાં ખુદનો સૂર ખોવાઈ જાય છે ….. એ સહેવું તો કેવી રીતે ? …….. બસ એની જ વેદના….

7.11.2020

રૂપલ મહેતા

13-04-2021

સ્કૂલ time થી પન્ના નાયક ને વાંચું છું…અમારી પ્રિય કવયિત્રી..મજા આવી ગઈ…thanxs.. લતાબેન..👌💐☺️

Suresh Patel

08-11-2020

કાવ્ય પ્રારંભે , માત્ર એક શબ્દ “કહેવાતાં” નો ઉઘાડ કેટલો અદભુત !
ઘણું કહેવાય છે, પણ એમ ક્યાં રહેવાય છે !!
આદરણીય લતા બેન, આપના આ યજ્ઞકાર્ય માટે અભિનંદન અને કાવ્ય પસંદગી માટે આભાર.

રૂપલબેન મહેતા.

08-11-2020

સ્કૂલ time થી પન્ના નાયક ને વાંચું છું…અમારી પ્રિય કવયિત્રી..મજા આવી ગઈ…thanxs.. લતાબેન..👌💐☺️

ખેવના દેસાઈ

07-11-2020

સુંદર કાવ્ય.

Chandrakant Dhal

07-11-2020

પ્રેમનો એહસાસ મખમલી સ્પર્શ જેવો હોય છે જે સુંવાળપ અને આહલાદક ખુશીની અનુભૂતિ કરાવે છે પણ જ્યારે કોઈને પ્રેમ ન્હોરથી ત્વચા ઉખેડી નાખતો હોય તેવો લાગે ત્યારે એની પીડા તો એ જ જાણી શકે જેણે અનુભવી હોય. સુંદર કાવ્ય.

Hiral Vyas

07-11-2020

Very nice poem. I always love her poetry.

Parul Nayak

07-11-2020

સરસ કાવ્ય છે પન્ના નાયક નું, પ્રેમમય વિશ્વ પાછું લઈ શકવાની વાત=હ્દયને સ્પર્શે તેવી છે!

Rina

07-11-2020

Aahaaa….

પ્રદીપ શેઠ

07-11-2020

સુંદર..અછાંદસ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: