દયારામ – ચિત્ત તું

ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!’

– દયારામ

5.11.2020

ભક્ત કવિ દયારામનું ભજન : સ્વરાંકન અને સ્વર શ્રી અમર ભટ્ટ

*****

રૂપલબેન મહેતા, ભુજ-કચ્છ.

05-11-2020

કૃષ્ણ ને કરવું હોય તે કરે…!! ઉત્તમ કાવ્ય ની લ્હાણી…ને..સાથે અમર સાહેબ નો અવાજ.. ખરેખર..આંનદ…આંનદ..!!!

Ingit

05-11-2020

Maja maja

રન્નાદે શાહ

05-11-2020

દયારામના સુન્દર પદનું ગાન સરસ….
સુન્દર કાવ્યો,ભાષા ઉપરની વિશદ રજુઆત,વિદેશી કાવ્યનો પરિચય…..બધું જ સરસ ને સંતર્પક છે.
લતાબેન કાવ્ય વિશ્વ માટે અભિનંદન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: