હેમંત ગોહિલ‘મર્મર’- જાય તો ભગવાન

જાય તો ભગવાન ભણવા કઇ નિશાળે જાય પપ્પા ?

મેમનું ઘરકામ એનાથીય તે ભૂલાય પપ્પા ?

ફાટલું ખિસ્સું હશે એ ફૂલનું ચોક્કસપણે હા,

આટલી સુગંધ નહીંતર એમ કંઇ ઢોળાય પપ્પા ?

વ્હાલ વત્તા ફૂલ વત્તા ચાંદ વત્તા છાંયડાઓ

એ બધાને મધમાં ઘોળું એમ મમ્મી થાય પપ્પા ?

આ પવન જ્યારે પડે એનેય ફ્રેક્ચર થઇ શકે ને !

થાય તો કલરવ લઢીને ઘાવ પર બંધાય પપ્પા ?

દોસ્તના ઘરમાં હતો અંધાર એ મેં કાલ જોયું

પીન મારી પત્ર સાથે સૂર્યને બીડાય પપ્પા ?

ભીંત આખી રંગવી છે મેઘધનુષી સ્વપ્ન ચોડી

કેમ ફેવીક્વીકથી દિવાલ પર ચીપકાય પપ્પા ?

ચાલવા જાતા પડી જાતો કિનારેથી ધડામ

આવડા ઢગ્ગા દરિયાથી કેમ ના શીખાય પપ્પા ?……

– હેમંત ગોહિલ ‘મર્મર’

બાળકના મનમાં હજાર સવાલ ઉઠતા હોય. કવિ પોતે બાળક બની એ સવાલોની કલ્પના કરી રજૂ કરે ત્યારે ભાવકના મનની ભીંત મેઘધનુષથી રંગાઈ જાય. કલરવ લઢીને ઘાવ પર બાંધવાની કલ્પનાએ આ દિવાલોના જંગલમાં ટહૂકાઓ વેરી દીધા ! કાશ, આમ જ ક્યાંક કોરોનાની દવા હાથ લાગી જાય ! દીકરા મંત્રનું પઠન પણ એટલું જ મીઠું લાગ્યું.

4.11.2020

***

***

Renuka Dave

09-09-2022

વાહ વાહ વાહ …! ખૂબ સરસ ગઝલ…અને એવું જ મજાનું પઠન..!!
એક એક શેર અનોખો… કાબિલે તારીફ..
હેમંત ભાઈ ને ખૂબ અભિનંદન…મંત્રને ખૂબ ખૂબ શુભાશિષ…
લતાબેન, તમારી પસંદગી ને સલામ.!

મનિષા હાથી

05-09-2022

સુંદર શબ્દાવલી સાથે સુંદર રચના

સુરેશ ‘ચંદ્ર’રાવલ

04-09-2022

મોરનાં ઈંડાને શું ચિતરવા પડે પપ્પા….?
ગઝલનું સુંદર પઠન મંત્ર દ્વારા….
અભિનંદન… બન્નેને….કવિ ને કવિપુત્રને….

સુરેશ ‘ચંદ્ર’રાવલ

04-09-2022

મોરનાં ઈંડાને શું ચિતરવા પડે પપ્પા….?
ગઝલનું સુંદર પઠન મંત્ર દ્વારા….
અભિનંદન… બન્નેને….કવિ ને કવિપુત્રને….

સુરેશ ‘ચંદ્ર’રાવલ

04-09-2022

બાળકનું ભાવ વિશ્વ રચાય જાય છે કવિતામાં…. સાંપ્રતની શિક્ષણ નીતિ તે પણ ખાસ તો અંગ્રેજી ભાષાની માધ્યમની કેટલું સંવેદન કવિ કવિતામાં લૈ આવ્યાં છે…લતાબેન આપને ને કવિને અભિનંદન….

Meena Jagdish

03-09-2022

મંત્રનું પઠન ક્યાં?

Meena Jagdish

03-09-2022

છબીલભાઈ ત્રિવેદી

03-09-2022

વાહ ખુબ સરસ રચના ખુબ ખુબ ગમી અભિનંદન આભાર લતાબેન

Kirtichandra Shah

03-09-2022

વાહ મજા આવી કવિતા સુંદર છે રમતિયાળ છે ધન્યવાદ

હેમંત ગોહિલ

04-11-2020

પહેલા તો શ્રી લતાબેન હિરાણીના આ સુંદર ઉપક્રમ બદલ અભિનંદન આપીશ.
સાહિત્યની ક્ષિતિજોને વિસ્તારવાનું સરાહનીય સુકર્મ એમણે આદર્યું છે…

Chandrakant Dhal

04-11-2020

કુમળા મનને સ્પર્શતા તરંગો કવિએ કવિતામાં આબાદ ઝીલ્યા છે.

રૂપલબેન મહેતા,ભુજ-કચ્છ.

04-11-2020

હેમંતભાઈ ની રંગબેરંગી મેઘધનુષી કાવ્ય રચના માં દીકરા મંત્ર નું કાવ્યપઠન મન ના ભાવવિશ્વ ને વધુ રંગીન બનાવી ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: