પન્ના નાયક ~ ઝળહળ માયા * Panna Nayak

અમને જળની ઝળહળ માયા 
ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા 

લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે 
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે 
ચકળવકળ આ લોચન નિરખે પળપળના પડછાયા 

વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે?
સુખની ભીની સોડમ લઈને મન મોજીલું વલખે 
અલકમલકનાં રૂપઅરૂપ કાંઈ પાંપણમાં પથરાયાં…

~ પન્ના નાયક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: