Tagged: Jagdish Joshi

જગદીશ જોષી ~ ધારો કે * Jagdish Joshi

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાંપણ આખા આ આયખાનું શું?ખુલ્લી આ આંખ અને કોરી કિતાબએને ફરીફરી કેમ કરી વાંચશું? માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યાને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાંપણ બળબળતી રેખાનું શું? આકાશે આમ ક્યાંક ઝુકી લીધુંને...

જગદીશ જોષી ~ ખોબો ભરીને *Jagdish Joshi

ખોબો ભરીને અમે એટલું હસ્યાં ખોબો ભરીને અમે એટલું હસ્યાંકે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં. ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાંકુંવારા સોળ વરસ તૂરાં તૂરાંઅમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.કે હોડી-ખડક થઈ અમને નડ્યાં. ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?ઝૂરવા કે જીવવાનો...

જગદીશ જોષી  ~ માફ કરજે દોસ્ત * Jagdish Joshi

માફ કરજે દોસ્ત ~ જગદીશ જોષી   માફ કરજે દોસ્ત,તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષોમારા રસ્તા પર ઝૂક્યાં છે.આ વૃક્ષની નીચેતું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા-સાવ...

રમણીક અરાલવાળા ~ વતનનો તલસાટ * જગદીશ જોષી Ramnik Aralwala Jagdish Joshi

વતનનો તલસાટ ~ રમણીક અરાલવાળા  ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી, જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા. કૂવાકાંઠે કમરલળતી પાણિયારી, રસાળાં ક્ષેત્રેક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા, હિંડોળતાં હરિત તૃણ ને ખંતીલા ખેડૂતોનાં મીઠાં ગીતો, ગભીર વડલા, સંભુનું જીર્ણ દેરું,...