જગદીશ જોષી ~ કોઈના અણસારે Jagdish Joshi

કોઈના અણસારે તમે દૂર જઈ બેઠાં
હવે પાસે આવો તો મારી આણ છે
તમને તો ઠીક, જાણે છબછબિયાં વહેણમાં,
પણ ઊંડા વમળાય તે આ પ્રાણ છે.

કોઈના હલેસાંથી વ્હેણ ના કપાય,નહીં
માપ્યાં મપાય વેણ પ્યારનાં :
દરિયાને નાથવાની લાયમાં ને લાયમાં,
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢના લીરા થી હવે બાંધી છો નાવ,એની
વાયરાને થોડી તો જાણ છે !

લીલીછમ વાડીમાં ગોફણનાં ઘાવ હવે
ઠાલા, હોંકારા હવે ઠાલા,
પંખી તો ટાઢકથી ચૂગે છે, આમ તેમ
ઊડે છે ચાડીયા નમાલા
વેલાને તાણો તો સમજીને તાણજો, કે
આસપાસ થડનીયે તાણ છે ! 

~  જગદીશ જોષી

લયના વિરહભર્યા વહેણમાં તાણી જતું એક અદભૂત ગીત!

ફોટો સૌજન્ય : ગુજરાતી પ્રતિભા પરિચય

3 Responses

  1. કવિ શ્રી ના બન્ને કાવ્યો ખુબ સરસ ખુબ ગમ્યા અભિનંદન

  2. Kirtichandra Shah says:

    આ કવિતાઓનું સ્વાગત છે

  3. સાંજ મેવાડા says:

    ખૂબ સરસ ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: