જયદેવ શુક્લ ~ પૃથ્વીકાવ્યો

ગ્રીષ્મના

તોતિંગ તડકામાં

પૃથ્વીનો

આ નાનકો દાણો

ધાણીની જેમ

ફૂટે તો ?

@@

ડાબા હાથની

વચલી આંગળીને

પાછળ ખેંચી

ટેરવેથી

આ પૃથ્વીની લખોટી

છોડું…

ચંદ્ર

જો ટિચાય તો?

@@

પૃથ્વીના

ગબડતા

આ દડાને

ડાબા પગે

તસતસતી કીક મારું…

અધવચ્ચે

સૂર્ય

ઝીલી લે તો ?

~ જયદેવ શુક્લ

@@

આજે કવિ જયદેવ શુકલનો જન્મદિવસ અને શોધતાં એમનાં પૃથ્વીકાવ્યો મળ્યા! હજુ હમણાં તો પૃથ્વીદિન ગયો!

પૃથ્વી દિન તો સાથે જ હોય ને! એ વગર આપણે ક્યાંક અવકાશમાં ગબડી પડીએ તો?

‘તો?’થી પૂરાં થતાં આ લઘુકાવ્યોનાં પ્રશ્નાર્થ કલ્પનોનાં અફાટ દરિયામાં ખેંચી જાય છે!  

4 Responses

  1. વાહ ખુબ સરસ પ્રુથ્વી કાવ્યો કવિ શ્રી ના જન્મદિવસ ની શુભ કામના અભિનંદન

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    બહુ જ થોડા શબ્દોમાં સઘન કાવ્ય કૃતિઓ

  3. સાંજ મેવાડા says:

    બાળક જેવી કલ્પના,‌‌ સંવેદનશીલ પૃથ્વી કવિતાઓ છે.

  4. અર્ચિતા પંડ્યા says:

    જન્મદિવસની અનેકાનેક શુભેચ્છાઓ. કેવું સરસ કલ્પન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: