જગદીશ જોષી ~ આ તો બીજમાંથી * Jagdish Joshi

પાંદડીમાં પ્રગટ્યું પાતાળ

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

આખુંય આભ મારી આંખોમાં જાગે
લઈ પંખીના સૂરની સુવાસ
તૃણતૃણમાં ફરકે છે પીંછાનો સ્પર્શ
અહીં ઝાકળનો ભીનો ઉજાસ
એક એક બિંદુમાં સમદરની ફાળ
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ!

સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલાં ફૂલોમાં છે શ્યામ
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ
પળપળનાં પોપચાંમાં મરકે ત્રિકાળ
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ!

~ જગદીશ જોષી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: