જગદીશ જોષી ~ તારા ખોબામાં

પારિજાત

તારા ખોબામાં પારિજાત હશે
એમ માની હું પાસે આવ્યો.
પણ તારા ખાલી ખોબામાં
ઝાકળના બિંદુનોય કંપ નહોતો.
થોર જેવી તારી હથેલીમાં
સ્પર્શનું પંખી ટહુકવાનું ભૂલીને
સૂનમૂન પડ્યું હતું.
તારી કનેથી
પાછો વળી જોઉં છું તો
મારી એકલતાનું વૃક્ષ
પારિજાત ઝરે છે

~ જગદીશ જોષી

4 thoughts on “જગદીશ જોષી ~ તારા ખોબામાં”

  1. 'સાજ' મેવાડા

    ખૂબ સરસ અછાંદસ, શું માન્યું હોય અને શું નિકળે?

  2. અપેક્ષાઓ કોરી નિકળે , અનપેક્ષા સદા લીલીછમ !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *