જગદીશ જોષી ~ આપો

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ ! મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો 

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને અર્જુનનો મત્સ્યવેધ આપો…….

મને આપો એક સાંજ, મને આપો એક રાત મને આપો એક એવો આશ્લેષ
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ, કાયમની કેદ મને આપો !

~ જગદીશ જોષી

6 thoughts on “જગદીશ જોષી ~ આપો”

  1. ખૂબ સુંદર ભઆવઆભઇવ્યક્તઇ. અભિનંદન.

  2. 'સાજ' મેવાડા

    ખૂબ જ સરસ પ્રાર્થના જેવું ગીત.

  3. હરીશ દાસાણી.મુંબઈ

    મૃગજળમાં ઝૂરતા તરાપા જેવા આયખાનું ગીત સરસ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *