જગદીશ જોષી ~ ખોબો ભરીને *Jagdish Joshi

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

~ જગદીશ જોષી

કવિ જગદીશ જોષીનું આ યાદગાર ગીત. સ્વરોથી મઢાઇને અમર બની ગયું છે. આ ગીતના શબ્દો વાંચતાં જ એની ધૂન કાનમાં ગુંજી ઊઠે… કવિના આવા ઘણા ગીતો છે… અહીં એને ગૂંથતા રહીશું.

9.10.21

આ ગીત ગાયિકા નયના શર્માના મીઠા અવાજમાં સાંભળો  

*****

છબીલભાઈ ત્રિવેદી

11-10-2021

વાહ આજનુ જગદીશ જોષી નુ કાવ્ય ખુબજ જાણીતુ છે અને સાંભળવા ની ખુબજ મજા આવે તેવી રચના વર્ષો થી સાંભળિયે છીઅે તોપણ વારંવાર સાંભળવા ની ઈચ્છા થાય તે કાવ્ય ની મહાનતા આભાર લતાબેન.

Varij Luhar

09-10-2021

જગદીશ જોષીનું ઉત્તમ ગીત અને અદભૂત સ્વરાંકન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

09-10-2021

ખૂબ જાણીતું આ ગીત, એના સ્વરાંકનથી માણવા મળ્યું.

વિવેક મનહર ટેલર

09-10-2021

અદભુત રચના અને મજાની ગાયકી

ફરી મમળાવવાનું ગમ્યું

આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: