માતાજીનો ગરબો

માતાજીનો ગરબો

માનો ગરબો રે , રમે રાજને દરબાર

રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર

એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ

માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ

માનો ગરબો રે , રમે રાજને દરબાર

રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર

એલી સોનીડાની નાર તું તો સુતી હોય તો જાગ

માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ

માનો ગરબો રે , રમે રાજને દરબાર

રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર

એલી ઘાંચીડાની નાર તું તો સુતી હોય તો જાગ

માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ

માનો ગરબો રે, રમે રાજને દરબાર…. 

નવરાત્રીના શુભ પર્વે સૌમાં પરમ શક્તિ મા જગદંબાની ચેતના ઉતરે એવી પ્રાર્થના.

દક્ષિણામૂર્તિ વિનયમંદિર શાળાની બાળાઓ દ્વારા પ્રસ્તુત ગરબો નિહાળો.

10.10.21

આભાર આપનો

13-10-2021

આભાર છબીલભાઈ…

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

11-10-2021

દક્ષિણામૂર્તિ વિનય મંદિર ની બાળાઓ દ્નારા ખુબ સરસ પ્રાચિન ગરબો રજુ કરવામાં આવ્યો।। યા દેવી સર્વ ભુતેષુ શકિત રૂપેણ સંસ્થીતા।।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: