રૂખડ બાવા તું હળવો-હળવો હાલ્ય જો,
ગરવાને માથે રે રૂડિયો ઝળંબિયો.
જેમ ઝળંબે મોરલી માથે નાગ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂબિયો.
જેમ ઝળંબે કૂવા માથે કોશ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળંબિયો.
જેમ ઝળંબે બેટા માથે બાપ જો,
ગ૨વાને માથે રે રૂખડિયો ઝળૂબિયો.
જેમ ઝળંબે નરને માથે ના૨ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝઘૂંબિયો.
જેમ ઝળંબે ધરતી માથે આભ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળંબિયો.
– લોકગીત

સરસ લોકગીત.રૂખડ નામ વિશિષ્ટ સંકેતો આપે.આપણા કવિ. લાભશંકરના લઘરાની જેમ રૂખડ નામ બોલતાં જ મસ્તમિજાજ અને નફકરો ,પ્રકૃતિ અને પરમેશ્વનો લાડકો માણસ યાદ આવે.
રુખડ બાવાનું લોકગીત મારૂં પ્રિય ગીત છે.ઘણીવાર ગાઉં ને ગવરાવુ છું. મને ખ્યાલ છે ત્યાં સુધી આ રૂખડ બાવો એ ગરવો ગિરનાર છે.
મને અલઢવ હતો, આપે ખાતરી કરાવી.
વાહ, બહુ સરસ લોકગીત
વાહ!