બાબુ સુથાર

બાબુ સુથાર ~ અહિંસક હત્યા

તમને અમારી જેમ

હત્યા કરતાં નહીં આવડે.

તમે તો જેની હત્યા કરવાની હોય

એને સૌ પહેલાં તમારી સમક્ષ ઊભો રાખો,

પછી કાં તો એને ગોળી મારો

કાં તો એનું ડોકું તલવારથી ઉડાડી દો.

જોકે, બન્ને રીતોમાં જે મરે છે

એનું જ લોહી બહાર આવતું હોય છે.

પણ, અમે એ રીતે હત્યા નથી કરતા.

એ રીત અમને બહુ ક્રૂર લાગે છે.

સાચું પૂછો તો અમે જે જીવતો હોય

એની હત્યા નથી કરતા.

અમે મરેલાઓની હત્યા કરતા હોઈએ છીએ.

એમાં અમારે જેને મારવાનો હોય એને

અમારી સમક્ષ ઊભો રાખવો ન પડે

એના ૫૨ બંદૂકની ગોળી પણ છોડવી ન પડે

એટલું જ નહીં,

અમારે તલવારથી એનું માથું પણ વાઢવું ન પડે.

અમે એની હત્યા કરીએ ત્યારે

લોહીનું એક ટીપું પણ ન પડે.

અમે બિલકુલ અહિંસક માર્ગે હિંસા કરતા હોઈએ છીએ.

અમે એને ભૂતકાળમાંથી ભૂંસી નાખતા હોઈએ છીએ.

~ બાબુ સુથાર

છેલ્લી પંક્તિ જુઓ, કેટલી ચોટદાર ! હૃદયની આરપાર ઉતરી જાય છે.

*****

અને બીજું કાવ્ય

અમે એકબીજાને ‘તને શું થયું ?’ એવું પૂછીએ

એ પહેલાં તો મરી ગયાં

અમે ક્યારે મર્યાં

એની અમને ખબર સરખી પણ ન પડી

જેમ અમે ક્યારે જનમેલાં

એની પણ અમને ખબર નહોતી પડી

હવે અમારે જનમ નથી લેવો આ પૃથ્વી પર ફરી.

~ બાબુ સુથાર   

યુક્રેનના કે એ રીતે યુદ્ધના કારણે જે મરાયાં હોય એવાં બાળકોની હૃદયદ્રાવક વાત.  

11 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    બાબુભાઈ સુથારની એક વિશિષ્ટ કાવ્ય મુદ્રા છે. ભાષાવિજ્ઞાસ્નમતિમાંથી નામ શેષ કરી દેવો એ તેની હત્યા જ છે આ વાત કવિતામાં કેવી સરસ રીતે આવી ગઈ @ પ્રખર અભ્યાસી હોવાથી તેમની કવિતાઓ પણ ભાષાની અલગ અલગ છટાઓ પ્રગટ કરતી હોય છે. માણસને ભૂતકાળમાંથી ભૂંસી નાખવો અને પ્રજની

  2. હરીશ દાસાણી.મુંબઈ says:

    નોંધમાં આડાઅવળા ક્રમમાં ગોઠવાયેલા શબ્દો કેવી અરાજકતા ઊભી કરે એ વસ્તુ મારી નોંધમાં પણ દેખાઈ આવશે!

  3. બાબુભાઇ સુથાર ની બન્ને રચના હ્રદય દ્નાવક ખુબ સરસ શૈલી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

  4. ઉમેશ જોષી says:

    કવિ શ્રી બાબુભાઈ સુથારની બન્ને રચના હ્રદયસ્પશીઁ છે..

    અભિનંદન…

  5. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    શ્રી બાબુસુથારની હદયદ્નાવક બન્ને રચનાઓ છે…
    અહિંસક રીતે પણ માનવીની હિંસા કેવી રીતે,તે કવિએ સમજાવ્યું છે ગૂઢ અર્થમાં…
    બીજી કવિતા પણ યુદ્ધના મર્મને સમજાવતી…
    લતાબેન આપનો પણ આભાર….

  6. વંદના શાંતુઇંદુ says:

    બાબુ સુથારની કવિતા સચોટ છે સ-ચોટ છે. જે રીતે સાહિત્ય માં પારિતોષિક માટે કૃતિ ને બદલે કૃતિ કારનું નામ જોવાય છે, વિચારધારા જોવાય છે અને વિરોધી ને હાંસિયામાં મૂકાયા છે તે અહિંસક હત્યા જ છે.

  7. Anonymous says:

    અહિંસક હત્યા… વાહ.. ખૂબ ચોટદાર કાવ્ય

  8. બંને કાવ્યોની વેદના સ્પર્શી જાય છે. ખૂબ જ સરસ

  9. Minal Oza says:

    હિંસા – (અહિંસાની?)ની વાત વેધક રીતે કવિ પાર પાડી શક્યા છે.

  10. Bharat Vinzuda says:

    વાહ સાહેબ.

  11. લલિત ત્રિવેદી says:

    આપ વિશિષ્ઠ છો.. કવિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: