જગદીપ ઉપાધ્યાય – ઝાપટામાં ઝૂમી જવાશે તો * Jagdeep Upadhyay

ઝાપટામાં ઝૂમી જવાશે તો કહેશે સૌ ગલઢીએ ભાનસાન ખોયા,
સણસણતા વાગી મને આ ઉંમરે ચીડવો છો ? છાંટાઓ જાવ મારા રોયા !

પૂગવા દો ઘેર મને ભમરાળાવ ! ઠૂંઠાંને કૂંપળ ફૂટવાની છે થોડી ?
કોરાકટ બાગ મહીં જઇ પીટ્યા ! ભીંજવો કોઈ છોરાને વળગેલી છોડી,
ડૂબતાને ડૂબાડે, તરસ્યાને તરસાવે; અળવીતરા તમ શા ન જોયા !

ડોસા તસવીરમાંથી ઓછા છે દોડવાના? જુઓ કાં’ક ટાંણા – કટાંણા,
સાસુ મૂઈ ગઇ’તી માંડમાંડ જાતરાએ; તે દી’ નો શ્રાવણે ગુડાણાં? 
ઇ’વેળા હું ય હતી કોળાતી ડાળખી, ઇ’ય હતા રંગ લીલમ છોયા !

~ જગદીપ ઉપાધ્યાય

કવિતા તો કવિતા જ પણ વિષયનેય ‘વાહ’ કહેવાઈ જાય એવી તેજસ્વી કલમ. લીલાછમ થવાના ભાવને વય ક્યાં નડે છે !! અભિવ્યક્તિને વય નડે છે ખરી……. ત્યારે આવી કવિતા આવા લોકોના મનને મોર બનાવી નચાવી જાય…. 

કાઠિયાવાડની ધીંગી બોલીના શબ્દો, ‘ગલઢી’, ‘ભમરાળાવ’ ‘ટાણાં-કટાંણા’, ‘ગુડાણાં’ જેવા શબ્દો કવિતામાં વાપરી શકાય ? વિચારીએ તો મનમાં ‘ના’ ઊગે ખરી ! પણ જુઓ અહીં કવિએ આવા જ શબ્દોથી કેવી રંગત જમાવી છે ! ત્રૈમાસિક સાહિત્યિક સામયિક ‘છાલક’ના સંપાદક કવિ જગદીપ ઉપાધ્યાયની વાર્તાઓ, નિબંધોમાં પણ એટલી જ જમાવટ હોય છે…

OP 30.10.20

***

જગદીપ ઉપાધ્યાય

30-10-2020

સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર
બધાને કાવ્ય ગમ્યું એનો આનંદ
શુભકામનાઓ

Dr. Pooja tanna

30-10-2020

વાહ કવિ.. જમાવટ જમાવટ..

Tank rupesh

30-10-2020

અતિ સુંદર કાવ્ય

ગોરધન ભેસાણિયા

30-10-2020

જમાવટ કરી હો.ભાઈ ભાઈ.

કેશુભાઈ દેસાઈ

30-10-2020

જગદીપ ઉપાધ્યાય આપણી ગિરા ગુર્જરી નું રૂપકડું ઘરેણું છે.સવિશેષ ગીત પ્રકારમાં એ પૂરબહાર ખીલી ઊઠે છે.આ ગીત એની બાની અને ચાક્ષુષ પાત્રાલેખન તથા તળપદા સંવાદને લીધે સાદ્યંત પ્રાસાદિક બન્યું છે.

જગદીપ ઉપાધ્યાય આપણી ગિરા ગુર્જરી નું રૂપકડું ઘરેણું છે.સવિશેષ ગીત પ્રકારમાં એ પૂરબહાર ખીલી ઊઠે છે.

30-10-2020

જગદીપ ઉપાધ્યાય આપણી ગિરા ગુર્જરી નું રૂપકડું ઘરેણું છે.સવિશેષ ગીત પ્રકારમાં એ પૂરબહાર ખીલી ઊઠે છે.

30-10-2020

ઉદય દેસાઇ

30-10-2020

તળપદા શબ્દોના સરસ ઉપયોગ દ્વારા ગ્રામ્ય પરિવેશને જીવન સંધ્યાના ટાણૅ ઉદભવતા મનોભાવોનૂ ખૂબ સરસ આલેખન …..
જમાવટ ભાઈ..સરસ રચના ….અભિનંદન…

Vandana Shantuindu

30-10-2020

ખૂબ સરસ કાવ્ય.તળપદી શબ્દો બરોબર ફોર્યાં છે અહીં. ભાવ પણ ઉંચો. અભિનંદન જગદીપ ભાઈ.

Jagdishkumar m prajapati

30-10-2020

Very nice Sir
Congratulations

Chandrakant Dhal

30-10-2020

બહુ સુંદર ગીત. સરસ મિજાજ.

ઊર્મિ

30-10-2020

વાહ વાહ

Vinu bamaniya

30-10-2020

Vah

જગદીપ ઉપાધ્યાય

30-10-2020

આભાર લતા બહેન માતૃભાષાની આટલી ઉત્તમ ખેવના અને માવજત આદર ઉપજાવે છે. મારી શુભકામનાઓ સદા તમારી સાથે છે.
વેલડન…

Parul Barot

30-10-2020

ખૂબ સરસ…જગદીપભાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: