પંચમ શુક્લ : શ્વાસે શ્વાસે ચાલતી

શ્વાસે શ્વાસે ચાલતી હું નામધૂન છું

શૂન્યની છું સંગતે, હું ઈલ્લિયૂન છું.

ચીતરું છું ચોપડાઓ ચિત્રગુપ્તના

કાજથી કરતાર કેરો કારકુન છું.

કર્ણનાં કુંડળ અરે ! એ કોહિનૂર શું ?

આફતાબી તેજ છું, હું બેનમૂન છું.

શું પ્રતીક્ષા પાનખરની કે વસંતની

પદ્મપાણિએ ધર્યું હું એ પ્રસૂન છું.

જ્યાં શમી છે શક્યતાઓ હર તરંગની

એ તળાવે બર્ફ-થીજયું હું સુકૂન છું. – પંચમ શુક્લ

*****

ઈલ્લિયૂન – સાતમું સ્વર્ગ, ખૂબ ઊંચે.     કરતાર – ઈશ્વર     આફતાબ – સૂર્ય        પદ્મપાણિ – વિષ્ણુ   

પ્રસૂન – ફૂલ   સુકૂન – શાંતિ, સુખચેન

કવિ શ્રી પંચમ શુક્લ વ્યવસાયે ઈજનેરી અધ્યાપક અને વસવાટે વિદેશી એટલે કે લંડનના રહેવાસી છે એવું એમની ભાષા માનવા ન દે. બ્રિટનની ભાષા સાહિત્ય અકાદમીના વડા એવા પંચમભાઇની કવિતા સાથે અમુક શબ્દોના અર્થ જાણવા જ પડે. ઓછા જાણીતા અને અઘરા શબ્દો કવિતામાં વાપરવા એમનો શોખ છે અને આ કળા એમને હસ્તગત છે. અઘરા શબ્દો એમની કવિતાકલાને ક્યાંય ઝાંખી નથી પાડતા એ એમની વિશેષતા કહી શકાય.

31.10.2020

****

Hitesh Dabhi

01-11-2020

ખૂબ સરસ કાવ્ય 👏

રૂપલબેન મહેતા,ભુજ-કચ્છ.

31-10-2020

શૂન્ય ની સંગતે…હું સાતમું સ્વર્ગ..અઘરા શબ્દો સાથે વાંચવાનો આંનદ…અનોખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: