લતા હિરાણી ~ સખા રે * Lata Hirani

સખા રે, તું જાણે છે તળને
આંખોના જળને, હૈયાની ખળભળને 
સખા રે, તું જાણે છે તળને………….. 

પરપોટા ઉઠતાં ને ફૂટતાં, તરે સપાટી પરે
સભર અદીઠું તળ છે આ તો પરવા નહીં લગીરે
જળરાશિ તો અભર ભરેલી, સ્થિર કરી દે સળને ….. સખા રે…

તું જાણે મનની દ્વારિકા, ટોડલ ને કાંગરીયા
સ્વીકારી લે દેવ અમારી, રણઝણ આ ઝાલરીયા
મંત્ર મહા રે ફળ્યો જીવને, વાંચે તું ઝાકળને ….. સખા રે…

~ લતા હિરાણી

મારું આ ગીત ખૂબ જાણીતા ગાયક અને સ્વરકાર નમ્રતાબહેને (શોધન) સ્વરાંકન કરીને ગાયું એના માટે હું એની ખૂબ આભારી છું.

કાવ્યસંગ્રહો  1. ‘ઝળઝળિયાં’  2. ‘ઝરમર’ 

5.2.21

રચના : લતા હિરાણી સ્વરાંકન અને સ્વર : નમ્રતા શોધન

સુધા ઝવેરી

13-04-2021

કાવ્યવિશ્વના પ્રારંભથી એમાં પ્રગટિત લગભગ બધી જ સામગ્રી ગમે છે પણ આજે માત્ર છેલ્લા કેટલાક અંકોમાં જે કાવ્યો વાંચવા મળ્યા એમાંથી મનમાં કઇંક વિશેષ ચમત્કૃતિ સર્જી ગઇ એવી કેટલીક કાવ્ય-કંડીકાઓની વાત કરું તો-

હું અરીસો થઈ જરા ઊભી રહી,
પથ્થરો આવી ગયા છે જાત પર (રીન્કુ રાઠોડ
જગત સામે અરીસો ધરવાનું કે જાતને અરીસો બનાવીને ધરી દેવાનું પરિણામ! કેટકેટલા અર્થઘટન થઈ શકે આ બે પંક્તિઓમાંથી!- પથ્થરો આવી ગયા છે જાત પર… અરીસા સામે જે જેવું હોય એવું દેખાય એટલે પથ્થરોની જાત એની સામે ઉઘાડી પડી ગઈ કે અરીસો સહન ન થતા એને તોડવા પથ્થરો કટિબદ્ધ થયા કે પછી જે પ્રહારો (દોષારોપણ) જગત સામે કરવા ધાર્યા હતા એ દોષો ખુદ પોતાની જાતમાં દેખાઈ ગયા?? .. કવિને જે અભિપ્રેત હોય તે, ભાવક માટે અનેક અર્થો ખડા કરી જાય છે આ બે ટચૂકડી પંક્તિઓ!

ને લતાબેનની આ પંક્તિઓ-
મારી આંખો ઉજાગરાએ ઘેરી/ઘડી ઘડી ગણતાં જો ફાટી જાય પહો’ તો એને લઉં પ્રેમથી પે’રી ..
આંખો નીંદરે ‘ઘેરાય'(ભારે થાય) ને અહીં નાયિકાની આંખોને ઉજાગરા ‘ઘેરી’ વળે! એક જ શબ્દનું બે જુદા અર્થોમાં કેવું સુંદર પ્રયોજન! …ને એમ એક એક ઘડી ગણતાં જો માંડ રાત વીતે ને પહોર ‘ફાટે’ તો એમ રાતભરનો ઉજાગરો વેઠી ફાટી ગયેલી આંખોમાં પણ એ ફાટેલા પહોરને પહેરી લેવાની, વધાવી લેવાની, તૈયારીની વાતને કવિએ કઇંક અદભૂત રીતે કરી છે. અને એક કવિ જ એ કરી શકે!

ને જ્યારે રેણુકાબેન દવે એમ કહે કે-
સાવ ઝીણેરું મનખું હું, તોયે જાત બની વિરાટ, સખીરી
કારણ:
મનનું આખું આભ ઝળાહળ, ક્યાંય નહીં કચવાટ, સખીરી
કોઈ ધરે છો રોજ હળાહળ, તોયે નહીં ઉચાટ, સખીરી!

તો આપણને પણ શ્રી માધવ રામાનુજના સૂરમાં સૂર પૂરાવવાનું મન થાય કે-
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….!

હજુ ઘણું ગમ્યું છે જેના વિષે કહેવું બાકી છે પણ ફરી ક્યારેક.

વારિજ લુહાર

13-04-2021

નમ્રતા શોધન જી એ ગાયેલું કાવ્ય ખૂબ ગમ્યા

પ્રફુલ્લ પંડ્યા

13-04-2021

સખા રે તું જાણે છે તળને
આંખોનાં જળને, હૈયાંની ખળખળને……વાહ,લતાબેન,
એક સર્વાગસુંદર ખળખળ વહેતું ગીત… પ્રવાહનું પંચામૃત !
બે: પ્રકૃતિની સહજતા અને કવિતાની સરળતામાં કવિશ્રી વિપિન પરીખનું વિરાટ કવિકર્મ !
આપ બંન્નેને હાર્દિક અભિનંદન !
કાવ્ય વિશ્વનો જય હો !
પ્રફુલ્લ પંડ્યા

સુરેશ જાની

13-04-2021

સખા રે! વંદના.બહુ.ગમી..સાચવી રાખી.

ગુણવંત ઉપાધ્યાય

13-04-2021

સરસ કંઠ નમ્રતા શોધન…. સરસ ઉપક્રમ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: