વિપિન પરીખ  ~ બે વૃક્ષ * Vipin Parikh

બે વૃક્ષ મળે

ત્યારે

સોના અને રૂપાનું પ્રદર્શન નથી કરતાં

માત્ર સૂરજના પહેલા કિરણનો રોમાંચ આલેખે છે.

બે પંખી મળે ત્યારે

રેલ્વેના ટાઈમટેબલની ચિંતા નથી કરતાં

કેવળ સૂરને હવામાં છુટ્ટો મૂકે છે.  

બે ફૂલ મળે ત્યારે

સિદ્ધાંતોની ગરમાગરમ ચર્ચા નથી કરતાં

ફક્ત સુવાસની આપ-લે કરે છે.

બે તારા મળે ત્યારે

આંગળીના વેઢા પર

સ્ક્વેર ફીટના સરવાળા-બાદબાકી નથી કરતાં

અનંત આકાશમાં

વિરાટના પગલાંની વાતો કરે છે.

વિપિન પરીખ  

આજે ‘કાવ્યવિશ્વ’નું પહેલું વર્ષ અને એકસો અગિયારમો દિવસ 1-111. આંકડામાં શું હોય છે આંકડાઓ સિવાય ? પણ આપણે તોય રાજી થઈએ છીએ આગિયારના આંકડાથી કેમ કે આપણા પૂર્વજોએ એને શુભ કહ્યો છે. બસ આજે કાંઈક આવું જ અનુભવું છું.

વિપિન પરીખ મારા પ્રિય કવિઓમાંના એક. આ અછાંદસમાં એમણે સરળ અને સહજ શૈલીમાં આજના માનવજીવન પર કેવો કટાક્ષ કર્યો છે  !  

5.2.21

કવિ વિપિન પરીખની રચના – બે વૃક્ષ મળે ત્યારે

***

વારિજ લુહાર

13-04-2021

એકસો અગિયાર અંક પહેલો અભિનંદનીય બે વૃક્ષો મળે ત્યારે – કાવ્ય ખૂબ ગમ્યા

ગુણવંત ઉપાધ્યાય

13-04-2021

વિપિન પરીખની કવિતાઆસ્વાદ

Purushottam Nevada, Saaj

13-04-2021

કવિ શ્રી વિપીન પરિખ નું કાવ્ય ખૂબ સરસ રીતે માનવી અને પ્રકૃતિના સંબંધો અને સમયને આલેખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: