મનીષ પાઠક ‘શ્વેત’  ~ મજાના શેર

હથોડીનું કેવું લટકતું હતું ચિત્ર

અસર ભીંતને થઈ તિરાડો પડી છે.

*

તું ભલેને આંખ ઊંચી ના કરે

છે ખબર તારી, બગાવત એ જ છે.

*

ગેંગ આંસુની ફરે છે ચોતરફ

કોઈ પગલું સ્મિતનું ભરતું નથી.

*

મૌનમાં સંવાદનો વધતો અનુભવ

એ પછી લાગ્યું કે કોઈ કારીગરી છે.

*

જ્યાં દીવાને ફૂંક મારી ઓલવું

ત્યાં હવા સળગાવશે, ન્હોતી ખબર.  

*

કંકુથાપા ભૂંસવા છે આકરા

ને કટાતા જાય છે મીજાગરા.

*

મેં કર્યો સ્વીકાર મારો

ફક્ત તારી આવ-જાથી.  

– મનીષ પાઠક‘શ્વેત’  

‘ઓમ કમ્યુનિકેશન’ના સરનામે કવિ મનીષ પાઠક ‘શ્વેત’ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોને પોંખવામાં એક સંસ્થા જેટલું કામ કરે છે. કવિતા એમને પ્રિય છે. એમના કાવ્યસંગ્રહ ‘અધખુલેલું બારણું’માંથી પસંદ કરેલા થોડાક શેર.

6.2.21

***

Purushottam Nevada, Saaj

13-04-2021

કવિ શ્રી મનીષભાઈ ની સુંદર પંક્તિઓ માણી. એમનું કાર્ય ખૂબજ નોંધપાત્ર છે.

વારિજ લુહાર

13-04-2021

કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’ નું સુંદર કાવ્ય..તેઓના સંગ્રહ ને આવકાર
અભિનંદન

મનીષ પાઠક ‘શ્વેત’

13-04-2021

આપ ખૂબ સરસ કાર્ય કરી રહ્યાં છો.આપનો આભાર અને અભિનંદન

રીંકું રાઠોડ

13-04-2021

શ્રી મનીષ પાઠકની પણ રચના ખૂબ જ ગમી..આભાર કાવ્યવિશ્વ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: