રાજેન્દ્ર શાહ ~ સંગમાં રાજી રાજી

સંગમાં રાજી રાજી,
આપણ એકબીજાના સંગમાં રાજી રાજી
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ, નેણ તો રહે લાજી

સંગમાં રાજી રાજી…

લેવાને જાય, ત્યાં જીવન આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ ભરિયું શું છલકાય!
એવા એ આપલેને અવસરિયે પાગલ
કોણ રહે, કહે પાજી? સંગમાં રાજી રાજી…


વીતેલી વેળની કોઈ આવતી ઘેરી યાદ,
ભાવિનાં સોણલાંનો યે રણકે ઓરો સાદ;
અષાઢી આભમાં વાદળ વીજ શાં વારિ

ઝરતાં રે જાય ગાજી! સંગમાં રાજી રાજી

રાજેન્દ્ર શાહ

સૌંદર્યના સાધક એવા કવિ રાજેન્દ્ર શાહનું આ ગીત ભાવકને રાજી રાજી કરી મૂકે એવું છે અને કવિના સ્વમુખે જ પઠન રાજીપાને ઓર વધારી દે !

8.2.21

કવિ રાજેન્દ્ર શાહ – સંગમાં રાજી રાજી પઠન (સૌજન્ય લયસ્તરો)  

***

અમુલ વ્યાસ

13-04-2021

આજની રચના ઓ ખરેખર ખૂબ જ અદભૂત અને અવિસ્મરણીય બની છે. પ્રવિણભાઈ દરજી ની અતિસુંદર રચના હ્રદયસ્પર્શી બની ગઈ.
લતા બહેન ને ખૂબ જ ધન્યવાદ?

Purushottam Mevada , Saaj

13-04-2021

કવિ શ્રી રાજેન્દ્ર શાહની કવિતા વાંચી રાજી રાજી!

વારિજ લુહાર

13-04-2021

સંગમાં રાજી રાજી.. વાહ સુંદર કાવ્ય

Amul Vyas

13-04-2021

લતા બહેન.
આજના કાવ્ય વિશ્વ મા રજુ થએલ કુ્રતિઓ અદભૂત છે. તેમાં પણ શ્રી રાજેન્દ્ર ભાઈ શાહ તથા શ્રી વિપિન ભાઈ પરીખ ની રચનાઓ અલૌકિક નીવડી.
લતા બહેન આપને ખૂબ ખૂબ ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: