સ્નેહરશ્મિ ~ એને કોણ રોકે ? * Snehrashmi

આ પૂનમની ચમકે ચાંદની, એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?

આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?

આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?

આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?

આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?

– સ્નેહરશ્મિ

કવિ ઝીણાભાઈ રતનજી દેસાઇ ‘સ્નેહરશ્મિ’ના જન્મદિને સ્મરણ અને વંદન સહ  

16.4.21

***

ડો. પુરુષોત્તમ મેવાડા

16-04-2021

‘સ્નેહરશ્મિ’ ની આ કવિતા શાળા દરમ્યાનમાં ભણેલા એ યાદ આવ્યું.

છબીલભાઈ ત્રિવેદી

16-04-2021

કવિ શ્રી સ્નેહરશ્મિ સાહેબ ના જન્મદિવસ ની ખુબ ખુબ શુભ કામના, તેમના કાવ્યો વિશે તો શું કહેવુ ગુજરાતી કાવ્ય જગત ના જળહળતા સિતારાઓ હતા આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: