રિષભ મહેતા ~ પ્રેમ કર * Rishabh Maheta

ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર.
હું બચી જઈશ મને પ્રેમ કર

બધા વેદ ગ્રંથ પુરાણ સૌ,
હું કળી જઈશ, મને પ્રેમ કર.

એક શબ્દમાં એક શ્લોકને,
હું રચી જઈશ, મને પ્રેમ કર.

હું ખીલી ગયો તને જોઇને,
હું ખરી જઈશ, મને પ્રેમ કર.

છું તૂટી જવાની અણી ઉપર,
હું ટકી જઈશ, મને પ્રેમ કર.

હુંય સૂર્ય છું, હુંય ચંદ્ર છું,
હું ઊગી જઈશ, મને પ્રેમ કર.

હું નથી જ સુંદર તે છતાં,
હું ગમી જઈશ, મને પ્રેમ કર.

અડીખમ ઊભો હું પહાડ શો.
હું ઝુકી જઈશ, મને પ્રેમ કર.

હું અમસ્તો બેઠો નથી અહીં,
હું ઉઠી જઈશ, મને પ્રેમ કર.

ગુમ હું થયો છું ન જાણે ક્યાં!
હું મળી જઈશ મને પ્રેમ કર.

~ રિષભ મહેતા

થોડો જ સમય થયો છે, મેં કહ્યું હતું, “રિષભભાઈ તમારું ગીત – એક છબરડાબાજ છોકરી – નું સ્વરાંકન કરીને મોકલો, કાવ્યવિશ્વ માટે.” સ્વાભાવિક જ એમનો જવાબ હતો, “ચોક્કસ લતાબેન”

બસ હું રાહ જોતી રહી ગઈ અને આ કપરા કાળે કેર વર્તાવી દીધો. કવિ અને સંગીતકાર રિષભ મહેતા ‘માત્ર પ્રેમ’ના પ્રદેશમાં પહોંચી ગયા…..

ગઇકાલે જ બીજા એક ઉત્સાહનો ભંડાર સામા આશાસ્પદ કવયિત્રી લતા કાનુગા પણ આપણને છોડીને ગયા. કેટકેટલા નામો ! થોડા સમયમાં આટલા બધા મૃત્યુ આ જિંદગીમાં પહેલી વાર જોયા ! હવે નથી સહન થતું પ્રભુ, દયા કર, રહેમ કર આ મનુષ્યજાતિ પર !

17.4.21

Vipul acharya

19-04-2021

Loss of a lovely human being.
OM SHANTI

ડી. પરુષોત્તમ મેવાડા, સાજ

18-04-2021

ઋષભ મેહતા જેવા કવિ અને સ્વરકાર ને ગુમાવ્યા,. ખૂબ જ દુઃખ. થયું.

Varij Luhar

17-04-2021

રિષભ ભાઈ ની દિવ્ય ચેતનાને વંદન ??

Jigna .Mehta

17-04-2021

એમના કાવ્યો અને સ્વર વધુ ને વધુ ગુંજતો રહે અને લોકપ્રિય થાય એવી જ અભ્યર્થના

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: