વિનોદ જોશી ~ હવે ક્યારે બોલાવશો * Vinod Joshi

પલળી પલળીને અમે પોચાં થિયાં
હવે ક્યારે બોલાવશો ?

ઉંબરમાં સૂનમૂન બેઠો ઉજાગરો ને શમણાંનો દેશ ગયો ડૂબી
આથમતી રાત હજી આથમતી જાય નથી અંધારે ઉકલતી ખૂબી
આંસુડે નીંદરના ટોચા થિયાં
હવે ક્યારે બોલાવશો ?

છાતીમાં ટળવળતી નવશેકી હૂંફ, બેય આંખે અણસાર ઓશિયાળા
રુંવાડા એક એક કરમાતા જાય, થશે પાંપણના બંધ હવે તાળાં
લોચનિયા લોહીજાણ લોચા થિયાં,
હવે ક્યારે બોલાવશો ? – વિનોદ જોશી 

આજે રવિવારની સવારે ગીતોના બાદશાહ એવા કવિ વિનોદ જોશીનું આ ગીત માણો મધુર અવાજની મલ્લિકા ડો. ફાલ્ગુની શશાંકના સ્વરમાં. 

18.4.21

કાવ્ય : વિનોદ જોશી * સ્વરાંકન અને સ્વર : ડો. ફાલ્ગુની શશાંક

*****

ડો. પુરષોતમ મેવાડા,, સાજ * 18-04-2021 * કવિ શ્રી વિનોદ જોષીનાં ગીતોમાં ગ્રામ્ય અને સૌરાષ્ટ્ર ની લોકબોલીની સુગંધ સુપેરે ઝીલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: