પારુલ બારોટ ~ હું પ્રેમ છું

હું નથી તો ક્યાંય પણ અસ્તિત્વનો છાંટો નથી ; હું પ્રેમ છું.  

વેદના, ખુશી છું કોઈ વાડનો કાંટો નથી; હું પ્રેમ છું. 

આંગળીના ટેરવે હું સ્નેહને છલકાવી દઉં, છે આવડત

એક સરખું વ્હેણ મારું, ક્યાંય પણ ફાંટો નથી; હું પ્રેમ છું. 

મારા પંડે આવવાને દેવતાઓ રટ લગાવે છે ઘણી

મારી મમતા માપવાને ક્યાંય પણ કાંટો નથી; હું પ્રેમ છું. 

જળની માફક ઝળહળી કૈ પાત્રને અજવાળતી નારાયણી

હું મીઠેરા સગપણોને સાચવું, ઘાટો નથી;  હું પ્રેમ છું.

નામ શક્તિ આપવાને સૌ અહીં તત્પર રહે છે કાયમી

મારા જખમોને રુઝાવી નાખતો પાટો નથી; હું પ્રેમ છું.

– પારુલ બારોટ

‘હું પ્રેમ છું’ – નું દરેક બંધમાં પુનરાવર્તન મજાનું છે. અહીં એક સ્ત્રીની વાત છે, માતાની વાત છે, માતાના પ્રેમની વાત છે પણ પ્રેમ આખર પ્રેમ છે અને એ પ્રેમ સિવાય કશું જ નથી. માતાનો અંશ સમગ્ર માનવજાતમાં છુપાયેલો છે. રમકડાને વ્હાલથી સાચવતી નાનકડી દીકરીમાં માતાનો અંશ છે. દીકરામાં કે પિતામાં – પુરુષમાત્રમાં ક્યાંક ખૂણે ખાંચરે માતાનો પ્રેમપદારથ જીવતો હોય છે જે સમય આવ્યે દેખાય છે.

સાભાર – ‘ત્રિદલ’  સોનેટસંગ્રહ 

15.4.21

Jigna mehta

17-04-2021

Wah kavyitree parul bahen

લતા હિરાણી

16-04-2021

પારૂલ, આનંદ છે મારો.

ડો. મેવાડાજી, ચંદ્રકાન્ત્ભા, કિશોરભાઇ અને વિપુલભાઈ ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર.

Parul barot

15-04-2021

Thank you..lata bahen

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

15-04-2021

કવિયત્રી પારુલ જીની ગઝલમાં પ્રેમ બધેજ હોય એતો સમજાયું, પણ ઘણા શેર સમજવા અઘરા લાગ્યા.

Chandrakant Dhal

15-04-2021

પુરુષને તો ફક્ત એક સ્ત્રી સાથે સંબંધ બંધાય છે પણ પછી એ સંબંધ થકી સ્ત્રીમાં માતૃત્વ જન્મે છે, વિકસે છે, એનો વ્યાપ કેવો વધે છે અને તે પછી અનેક આયામો અને પરિણામો સર થાય છે કે ઝીલવા પડે છે તે આ ગઝલમાં કવિયિત્રીએ પ્રત્યક્ષ કે પ્રોક્ષરીતે આબાદ ઝીલ્યા છે.

કિશોર બારોટ

15-04-2021

‘હું પ્રેમ છું’ વાહ.

VIPUL ACHARYA

15-04-2021

waah kabira,hu prem chhu…. saras

1 Response

  1. પારુલ બારોટ says:

    ખૂબ ખૂબ આભાર મિત્રો…આપને મારી રચના ગમી એનો આનંદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: